15 October, 2025 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુર્ગાપુર મેડિકલ સ્ટુડન્ટ પરના હુમલામાં પોલીસે સામૂહિક ગૅન્ગરેપની સંભાવનાને નકારી કાઢી છે. પોલીસે કહ્યું હતું કે બળાત્કારના આરોપમાં પકડવામાં આવેલા પાંચ આરોપીઓમાંથી એકે યૌન ઉત્પીડન કર્યું હોઈ શકે છે. આસનસોલ-દુર્ગાપુરના પોલીસ-કમિશનરે કહ્યું હતું કે ‘અમે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેઓ ઘટનાસ્થળ પર મોજૂદ હતા. પુરાવાઓ અને પહેરેલાં કપડાં અને
મેડિકલ-લીગલ તપાસ થઈ ચૂકી છે. પીડિત છોકરીના બયાન મુજબ પાંચ આરોપીઓ ઉપરાંત ઘટનાસ્થળે મોજૂદ તેના મિત્રની ભૂમિકા પર સંદેહ છે.’