મનીષ બન્યો મોઈન ખાન, અશ્લીલ વીડિયો, હિન્દુ મહિલાઓને નિશાને બનાવી હોવાનો આરોપ

25 June, 2026 05:01 PM IST  |  Kota | Gujarati Mid-day Online Correspondent

તપાસ અધિકારી CI માંગીલાલે જણાવ્યું કે વિજ્ઞાન નગરનો મનીષ શર્મા અનેક ટૅલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હતો. તેણે મોઈન ખાન નામ વાપર્યું અને ગ્રુપમાંથી વીડિયો-ફોટો ડાઉનલોડ કર્યા હતા. તેણે ધર્મ પરિવર્તન કર્યું હતું કે નહીં તે હજી સ્પષ્ટ નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રાજસ્થાનના કોટા શહેરના વિજ્ઞાન નગર વિસ્તારમાં મનીષ શર્મા ઉર્ફે મોઈન ખાનનો કેસ ચર્ચામાં છે. શરૂઆતમાં આ મામલો ટૅલિગ્રામ ગ્રુપ અને અશ્લીલ કન્ટેન્ટ હોવાનું માનતા હતા, પણ હવે તેને લઈ વિવાદ શરૂ થયા છે. બજરંગ દળે આ કેસને `ધ કેરલા સ્ટોરી` કરતાં પણ મોટી `કોટા સ્ટોરી` ગણાવી છે. સંગઠનનો આરોપ છે કે આ મામલો હિન્દુ મહિલાઓને નિશાન બનાવવા, કથિત ધર્માંતરણ, સોશિયલ મીડિયા નેટવર્ક અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં આવા દાવાઓની પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. 15 જૂને બજરંગ દળના કાર્યકર યોગેશ રેનવાલની ફરિયાદ પર વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો. પોલીસે BNSની કલમ 196(1)(A), 196(1)(B), 299, 352 અને IT ઍક્ટની કલમ 66, 67, 67A હેઠળ ગુનો દાખલ કરી આરોપી મોઈન ખાનની ધરપકડ કરી. વિજ્ઞાન નગરના મનીષ શર્માએ ઇસ્લામ અપનાવ્યો અને નામ બદલી મોઈન ખાન રાખ્યું. તેણે ટૅલિગ્રામ, સ્નૅપચૅટ, ડિસ્કૉર્ડ દ્વારા હિન્દુ મહિલાઓને નિશાન બનાવી. આરોપીએ પોતે ધર્મ પરિવર્તન કર્યું અને પછી હિન્દુ મહિલાઓને ફસાવવા, ધાર્મિક પ્રતીકોનું અપમાન કરાવવા અને વીડિયો ભેગા કરવાનું કામ કર્યું. બજરંગ દળની માગણી છે કે આની ઊંડી તપાસ થાય કારણ કે પાછળ મોટું નેટવર્ક હોઈ શકે. આરોપીના મોબાઇલમાંથી હિન્દુ મહિલાઓના 40 હજારથી વધુ અશ્લીલ વીડિયો મળ્યા. કેટલાક વીડિયોમાં મહિલાઓના શરીર પર ઓમ અને સ્વસ્તિક જેવા ધાર્મિક ચિહ્નો દેખાય છે. કેટલાકમાં દેવી-દેવતા અને શિવલિંગ સાથે વાંધાજનક કન્ટેન્ટ હોવાનો પણ દાવો છે.

આરોપી પાસે હિન્દુ મહિલાઓના 40 હજાર વીડિયો મળ્યાનો આરોપ

યોગેશ રેનવાલનો દાવો છે કે મનીષ શર્માએ સુન્નત કરાવી ધર્મ પરિવર્તન કર્યું અને પછી મોઈન ખાન નામે સોશિયલ મીડિયા પર ઍક્ટિવ થયો. કેટલાક ઓડિયો અને ચૅટમાં પાકિસ્તાનથી સૂચનાઓ મળ્યાની વાત જાણવા મળી છે. બજરંગ દળે આ મામલે PMO, ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રીને ફરિયાદ મોકલી છે અને રાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી તપાસની માગણી કરી છે. સંગઠનનો દાવો છે કે કેટલાક ટૅલિગ્રામ ગ્રુપ અને ઓડિયોમાં હિન્દુ મહિલાઓને ફસાવવા, વીડિયો રેકોર્ડ કરવા જેવી વાતો તથા `જિહાદ-અલ-અકબર` અને `ગઝવા-એ-હિન્દ` જેવા શબ્દોના ઉપયોગનો ઉલ્લેખ છે. જોકે કોઈપણ તપાસ એજન્સીએ હજી સુધી આ દાવાઓની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, કોટાના એડિશનલ એસપી સુભાષ મિશ્રાએ કહ્યું કે એક મહિના પહેલાં નોંધાયેલા આ કેસની તપાસ ચાલુ છે. અત્યાર સુધી ધર્મ પરિવર્તન કે હિન્દુ દેવી-દેવતાઓના અપમાન સાથે જોડાયેલા કોઈ તથ્ય સામે આવ્યા નથી. એડિશનલ એસપી મુજબ આરોપી ટૅલિગ્રામ ગ્રુપ સાથે જોડાઈને અશ્લીલ વીડિયો અને પોર્ન કન્ટેન્ટ જોતો હતો. આ આધારે તેની સામે કેસ નોંધી ધરપકડ કરવામાં આવી.

પાકિસ્તાન કનેક્શનનો કોઈ ઓડિયો કે પુરાવા મળ્યા નથી

તપાસ અધિકારીએ જણાવ્યું કે મનીષ શર્મા અનેક ટૅલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હતો. તેણે મોઈન ખાન નામ સાથે ગ્રુપમાંથી વીડિયો-ફોટો ડાઉનલોડ કર્યા હતા. તેણે ધર્મ પરિવર્તન કર્યું હતું કે નહીં તે હજી સ્પષ્ટ નથી. આરોપી હાલ જેલમાં છે અને તપાસ ચાલુ છે.

Crime News jihad sexual crime islam pakistan bajrang dal instagram social media rajasthan