Axiom 4: અંતરિક્ષમાંથી શુભાંશુ શુક્લાનો લાઈવ વિડીયો કૉલ- ‘નમસ્કાર, એવું લાગી રહ્યું છે કે...’

27 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Axiom 4: શુક્લા કહે છે કે જ્યારે રાઈડ શરૂ થઈ, ત્યારે કશુંક અનુભવાતું હતું. એવું લાગતું હતું જાણે તમને કોઈ પાછળ ધકેલી રહ્યું છે.

ભારતીય ઍસ્ટ્રોનાૅટ શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રી સ્પેસઍક્સ ડ્રૅગન સ્પેસક્રાફ્ટમાં.

Axiom 4: ભારતીય વાયુસેના ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લા હાલમાં  Axiom Mission 4 મિશન હેઠળ અંતરિક્ષમાં પહોંચ્યા છે. આજે ત્યાંથી તેઓએ પહેલીવાર કૉલ કરીને મેસેજ મોકલ્યો છે. આવો, જાણીએ કે શુભાંશુ શુક્લાએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં પહોંચતાંની સાથે જ વીડિયો કોલના માધ્યમે મોકલ્યો છે. તેઓએ દેશને નમસ્કાર... એમ કરીને પોતાની વાત શરૂ કરી હતી. તેઓએ અંતરિક્ષમાં પહોંચ્યાનો પોતાનો અનુભવ શૅર કર્યો છે. 

હાલ શુભાંશુ અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સાથે સ્પેસમાં પહોંચ્યા છે. શુભાંશુએ ઍક્ઝિઓમ-4 આ સ્પેસ મિશનનો પોતાનો પ્રવાસ વર્ણવ્યો છે.

શો મેસેજ મોકલ્યો છે શુભાંશુ શુક્લાએ?

સૌથી પહેલાં તો શુભાંશુના કહેણમાં આનંદ વર્તાતો હતો. તેણે કહ્યું કે સાથીઅવકાશયાત્રીઓ સાથે અહીં આવીને રોમાંચિત છું. વાહ, તે કેવી રાઈડ હતી. હું સાચું કહું તો, જ્યારે હું ગઈકાલે લોન્ચ પેડ પર બેઠો હતો, ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો કે ચાલો... 30 દિવસના કવોરન્ટાઈન પછી... મારે બસ અહીં જવું જ હતું....

Axiom 4: શુક્લા કહે છે કે જ્યારે રાઈડ શરૂ થઈ, ત્યારે કશુંક અનુભવાતું હતું. એવું લાગતું હતું જાણે તમને કોઈ પાછળ ધકેલી રહ્યું છે. જે કહો તે એક અદભૂત રાઈડ રહી. અને અચાનકથી પછી બધુ જ થવાનું બંધ થઈ જાય છે. તમે શૂન્યાવકાશમાં જાણે તરવા લાગો છો. થોડા કલાક તો શૂન્યાવકાશમાં અગવડતા લાગી. જાણે હું ઘણુંબધુ ઊંઘી રહ્યો હોઉં!

શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી વીડિયો કૉલમાં કરીને જણાવ્યું હતું કે- "નમસ્કાર. હું હવે ઝીરો ગ્રેવીટીની આદત પાડી રહ્યો છું. જેમ કોઈ બાળક ચાલવાનું શીખી રહ્યું હોય અથવા તો પછી એ કઈ રીતે ચાલવું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો ન હોય. હું સાચ્ચે આ ક્ષણનો આનંદ માણી રહ્યો છું. મને આ ત્રિરંગો હંમેશા એની યાદ અપાવે છે કે તમે બધાજ લોકો મારી સાથે છો. ભારતના માનવ અંતરિક્ષ કાર્યક્રમ અને આગામી ગગનયાન મિશન માટે એક મજબૂત પગલું છે. હું ઈચ્છું છું કે તમે દરેક આ મિશનનો ભાગ હોવાનો અનુભવ કરો. આ માત્ર તકનીકી મહત્વાકાંક્ષા વિશે નથી. આ સમગ્ર સફર પાછળની ભાવના અને હેતુ વિશે છે. હવે મારે આગામી 14 દિવસમાં મારું લક્ષ્ય છે કે મારે મેઇન કાર્યો પૂર્ણ કરવાના છે અને અનુભવોને કેપ્ચર કરવાના છે, જેથી હું તે તમારી સાથે વાગોળી શકું.

Axiom 4:  શુક્લાએ અંતરિક્ષથી લાઈવ કૉલમાં એવું કહ્યું કે આ તો એક નાનકડું પગલું છે. અત્યારે તો હું અહીં એક બાળકની જેમ ચાલવાનું અને ખાવા-પીવાનું શીખી રહ્યો છું. મારી સાથેના અન્ય ક્રૂ સાથે અહીં અંતરિક્ષમાં આવવાનો મારો અનુભવ રોમાંચકારી અને અદભૂત રહ્યો.

national news nasa indian space research organisation international space station shubhanshu shukla