આસામમાં પૂરને લીધે આવેલી આફત હવે વધે નહીં તો સારું

05 July, 2024 12:02 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

રાજ્યની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી લોકોને હાલપૂરતી રાહત મળવાની શક્યતા નહીંવત્: લાખો લોકોનું જનજીવન થયું પ્રભાવિત

જળબંબાકાર

છેલ્લા પાંચેક દિવસથી વરસાદ અને બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવવાને લીધે આસામના ૨૯ જિલ્લા બેટમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે હવે રાજ્યની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી હાલપૂરતી લોકોને કોઈ રાહત મળવાની શક્યતા દેખાઈ નથી રહી. રાજ્ય સરકાર તરફથી સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની સાથે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ અને આર્મી બચાવ અને રાહતકામમાં લાગી ગઈ છે.