આસામમાં હાથીના ગળામાં ટ્રૅક્ટરનું મોટું ટાયર ફસાયું

12 September, 2026 10:05 AM IST  |  Golaghat | Gujarati Mid-day Correspondent

વનવિભાગના અધિકારીઓએ મહામહેનતે બહાર કાઢ્યું

હાથીની બચાવ-કામગીરીનો પાંચ મિનિટનો એક વિડિયો સામે આવ્યો

આસામના ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ (બકિયાલ વિસ્તાર)માં એક જંગલી હાથીના ગળામાં ટ્રૅક્ટરનું મોટું ટાયર ફસાઈ ગયું હતું. હાથી ખોરાકની શોધમાં ચાના બગીચામાંથી ભટકતો જોવા મળ્યો હતો, પણ ગળામાં મોટું ટાયર ફસાયેલું હોવાથી એને પરેશાની થતી હતી. આ જોઈને વનવિભાગની ટીમે સમયસર બચાવકામગીરી શરૂ કરી હતી અને હાથીના ગળામાંથી ટાયર સફળતાપૂર્વક બહાર કાઢીને એને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. હાથીની બચાવ-કામગીરીનો પાંચ મિનિટનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં વનવિભાગની ટીમની મહેનત અને સફળ બચાવ-કામગીરી જોવા મળી છે.

viral videos wildlife national news news