Video: વધુ સમાન માટે પૈસા માગતા આર્મી ઓફિસરે સ્પાઇસજૅટના 4 કર્મચારીઓને માર્યા

04 August, 2025 06:53 AM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

૨૬ જુલાઈ, શનિવારે શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ SG-૩૫૯ ના બોર્ડિંગ ગેટ પર એક વરિષ્ઠ આર્મી ઓફિસરે સ્પાઇસજૅટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો. પત્રકાર તરુણ શુક્લાએ X પર થયેલા હુમલાનો એક ગંભીર વીડિયો શૅર કર્યા બાદ રવિવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)

ઍરપોર્ટ પર મારપીટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ સાથે પ્લેનની અંદર પણ વિવાદ અને મારપીટ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તાજેતરમાં પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક આર્મી ઓફિસર સ્ટાફને માર માર્ટ કૅમેરામાં રેકોર્ડ થયો હતો. ૨૬ જુલાઈ, શનિવારે શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ SG-૩૫૯ ના બોર્ડિંગ ગેટ પર એક વરિષ્ઠ આર્મી ઓફિસરે સ્પાઇસજૅટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો. પત્રકાર તરુણ શુક્લાએ X પર થયેલા હુમલાનો એક ગંભીર વીડિયો શૅર કર્યા બાદ રવિવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવી, જેમાં લાલ ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ ઍરલાઇન કર્મચારીને લાઈનમાં બેસાડીને ક્રૂરતાથી માર મારતો જોઈ શકાય છે.

થોડીવાર પછી, શુક્લાએ સ્પાઇસજૅટનું સત્તાવાર નિવેદન શૅર કર્યું, જેમાં ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં, ઍરલાઇન્સે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેના "કર્મચારીઓને મુક્કાઓ, વારંવાર લાતો અને લાઈનમાં બેસાડીને હુમલો કરવામાં આવ્યા બાદ કરોડરજ્જુમાં ફ્રેક્ચર અને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી." નિવેદન અનુસાર, વરિષ્ઠ આર્મી ઓફિસર તરીકે ઓળખાતા આરોપીએ એક કર્મચારી ફ્લોર પર બેભાન થઈ ગયા પછી પણ પોતાનો ક્રૂર હુમલો ચાલુ રાખ્યો. ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, ઍરલાઇન્સે જણાવ્યું.

આ હુમલો શા માટે થયો?

સૈનિક અધિકારીએ વધારાનો સામાન ઉપાડ્યો હતો, જેનું વજન પરવાનગી મર્યાદા કરતા બમણા કરતાં વધારે હતું. જ્યારે આર્મી ઓફિસરને વધારાના સામાન માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો અને બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશ કર્યો. "CISF અધિકારી દ્વારા તેમને ગેટ પર પાછા લઈ જવામાં આવ્યા. ગેટ પર, મુસાફર વધુને વધુ આક્રમક બન્યો અને સ્પાઇસજૅટના ગ્રાઉન્ડ સ્ટાફના ચાર સભ્યો પર હુમલો કરવા લાગ્યો," નિવેદનમાં જણાવાયું છે. ઍરલાઇને જણાવ્યું હતું કે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે અને સ્પાઇસજૅટે મુસાફરને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઍરલાઇને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ પત્ર લખીને "તેના સ્ટાફ પર થયેલા ગંભીર હુમલા" વિશે જાણ કરી છે અને મુસાફર સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

ઇન્ડિગોમાં એક મુસાફરી બીજાને મારી થપ્પડ

મુંબઈથી કોલકાતા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં મારપીટનો ભોગ બનેલા લાઠીગ્રામ (કાટીગ્રા) ના રહેવાસી હુસૈન અહેમદ મજુમદાર આખરે રવિવારે સવારે ઘરે પરત ફર્યા. બારપેટાથી રોડ માર્ગે પરત ફર્યા બાદ હુસૈનને સલામત અને સ્વસ્થ જોઈને પરિવારમાં રાહત અને ખુશીની લહેર ફેલાઈ ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, ફ્લાઇટની અંદર કેટલાક મુસાફરો દ્વારા હુસૈનને માર મારવામાં આવતો જોવા મળ્યો. ત્યારથી, તેઓ ગુમ હતા, જેના કારણે તેનો પરિવાર ચિંતિત હતો.

viral videos social media spicejet srinagar national news indian army Crime News