CAB ના વિરોધમાં ગુવાહાટીમાં બંધનું ઉલ્લંઘન થતાં સેનાની ફ્લેગ માર્ચ

12 December, 2019 12:41 PM IST  |  Guwahati

CAB ના વિરોધમાં ગુવાહાટીમાં બંધનું ઉલ્લંઘન થતાં સેનાની ફ્લેગ માર્ચ

આસામમાં લોકોનો વિરોધ

લોકસભા બાદ બુધવારે મોડી રાત્રે રાજ્યસભામાં પણ CAB બિલ પાસ થઇ ગયું હતું. જેને પગલે પુર્વ ભારતમાં પહેલાથી જ નાગરિકતા બિલનો વિરોધ થઇ રહ્યો હતો. પણ રાજ્યસભામાં બિલ પાસ થતાં જ પુર્વ ભારતના લોકો વિફર્યા હતા. આસામમાં બુધવારે કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો. જેને જનતાએ બિલનો વિરોધ કરતા કર્ફ્યુંનો ઉલ્લંઘન કર્યું હતું. ઘટનાને પગલે સેનાએ શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આસામના લોકોને શાંત રહેવા અપિલ કરી હતી અને તેમના હક ન છીનવવાની વાત પણ કરી હતી.

CAB બિલ પર સુપ્રીમ કોર્ટમાં અરજી થશે
લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ નાગરિકતા બિલ પાસ થઇ ગયું હતું, ભાજપને નાગરિકતા બિલના પક્ષમાં 125 મત અને વિરોધમાં 105 મત મળ્યા હતા. મળતી માહિતી મુજબ આ બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થશે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ આજે સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા બિલને લઇને અરજી કરશે.

જાણો PM મોદીએ આસામવાસીઓ માટે શું ટ્વીટ કર્યું


શહેરમાં બુધવારે કર્ફ્યૂ લગાડવામાં આવ્યું હતું
વિરોધ પ્રદર્શનના કેન્દ્ર ગુવાહાટીમાં પ્રશાસને બુધવારે રાતે કર્ફ્યૂ લગાવી દીધો હતો. ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. આસામ રાઈફલ્સના જવાનોને બુધવારે ત્રિપુરામાં તહેનાત કરવામાં આવ્યા હતા. ઓલ આસામ સ્ટુડેન્ટ યૂનિયને ગુવાહાટીમાં સવારે 11 વાગ્યે પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધને 30 વિદ્યાર્થી અને વામ સંગઠન સમર્થન આપી રહ્યા છે. કૃષિક મુક્તિ સંગ્રામ સમિતિએ લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે રસ્તા પર આવવાની અપીલ કરી છે.

આસામ જતી ફ્લાઈટો રદ
કોલકાતા એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, કોલકાતા(પશ્વિમ બંગાળ)થી દિબ્રૂગઢ સેક્ટર (આસામ) માટેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવાઈ છે. દિબ્રૂગઢથી આવતી જતી તમામ ફ્લાઈટ્સને આજે (12 ડિસેમ્બર)રદ કરી દેવાઈ છે. મુસાફરો વૈકલ્પિક ફ્લાઈટ્સ પસંદ કરી શકે છે અથવા રિફંડ પણ લઈ શકે છે.


આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આસામના 10 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો
આસામમાં બુધવારે હજારો વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ રેલી કાઢી હતી. દિબ્રૂગઢમાં વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુવાહાટીમાં પણ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. દિસપુરમાં પ્રદર્શન દરમિયાન બસમાં આગ ચાંપી કરાઈ છે. આસામના 10 જિલ્લામાં 24 કલાક સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્રિપુરામાં પણ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો છે. નાકાબંધીના કારણે આસામના ઘણા શહેરોમાં વાહનો ફસાયા છે. 10થી વધારે વાહનો સળગાવાયા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભાજપ અને આસામ પરિષદ(AGP)નેતાઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો.

assam national news narendra modi