એમને જવાબ આપો જે તમને કેરી કેવી રીતે ખાઓ છો તે નથી પૂછતા: મલ્લિકાર્જુન ખડગે

29 March, 2023 11:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તેમણે ટ્વિટ કરીને તેમને ઘણા મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખડગેએ પોતાના ટ્વીટમાં સવાલ પૂછ્યો હતો કે, “અદાણીની કંપનીમાં કોના 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું?

ફાઇલ તસવીર

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ આજે પીએમ મોદી (Narendra Modi) પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરીને તેમને ઘણા મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખડગેએ પોતાના ટ્વીટમાં સવાલ પૂછ્યો હતો કે, “અદાણીની કંપનીમાં કોના 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું?” તેમણે પૂછ્યું, “શું લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, જતીન મહેતા વગેરે તમારા ભ્રષ્ટાચાર અભિયાનના સભ્યો છે?”

તેમણે પૂછ્યું કે “શું તમે આ જોડાણના સંયોજક છો?" પીએમને સંબોધતા ખડગેએ કહ્યું કે, “તમે પોતાને ભ્રષ્ટાચાર વિરોધી કહીને તમારી ઇમેજ પોલીશ કરવાનું બંધ કરો.”

પીએમ પહેલા પોતાનું જુએ

અન્ય એક ટ્વિટમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર વધુ આકરા પ્રહારો કર્યા અને પૂછ્યું કે, “કર્ણાટકમાં તમારી સરકાર પર 40 ટકા કમિશનનો આરોપ શા માટે છે? તમારી સરકારે મેઘાલયમાં ભ્રષ્ટ સરકાર સાથે ગઠબંધન કેમ કર્યું?”

શું ભાજપ વોશિંગ મશીન છે?

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “CBI-ED દ્વારા 95 ટકા વિપક્ષી નેતાઓ પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શું ભાજપ એ વોશિંગ મશીન છે, જેમાં નેતાઓ જોડાઈને ધોવાઈ જાય છે.” ખડગેએ પીએમને પડકાર ફેંકતા કહ્યું કે, “જો તમારી પાસે 56 ઇંચની છાતી છે. તો JPC બેસાડો, તપાસ કરવો અને 9 વર્ષમાં પહેલીવાર ઑપન પ્રેસ કૉન્ફરન્સ કરવાની હિંમત કરો.”

આ પણ વાંચો: લાંચના કેસમાં આખરે કર્ણાટકના બીજેપીના વિધાનસભ્યની ધરપકડ

મલ્લિકાઅર્જુન ખડગેએ પીએમ મોદીના જૂના ઇન્ટરવ્યૂ પર પણ સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે “પીએમને એ પણ પૂછવું જોઈએ કે તમે કેરી કેવી રીતે ખાઓ છો અથવા થાકી કેમ નથી જતા?”
ઉલ્લેખનીય છે કે લોકસભાની સદસ્યતા બાદ હવે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઘરનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી પર રાહુલને `નબળો` બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે કૉંગ્રેસ નેતાને પોતાનું ઘર પણ ઑફર કર્યું હતું. રાહુલને ઘર ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

national news congress bharatiya janata party narendra modi