મેં કેજરીવાલને સત્યના માર્ગે ચાલવા કહ્યું, તેણે પૈસાને મહત્તા આપી : અણ્ણા હઝારે

31 January, 2025 11:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે

અણ્ણા હઝારે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ મુદ્દે સામાજિક કાર્યકર અને એક સમયના કેજરીવાલના રાજકીય ગુરુ એવા અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે. કેજરીવાલ મારી સાથે એક વૉલન્ટિયર તરીકે કામ કરતો હતો, હું તેને હંમેશાં કહેતો હતો કે તારું જીવન બેદાગ બનાવજે અને ત્યાગ કરવાનું શીખજે, પણ કમનસીબે કેજરીવાલે પૈસાને મહત્ત્વ આપ્યું હતું અને એમાં તે ગબડી ગયો હતો. મેં તેને સત્યના માર્ગે ચાલવા કહ્યું હતું પણ તેણે પૈસાને મહત્ત્વ આપ્યું હતું.’

તમે કેજરીવાલને હાલમાં કઈ સલાહ આપશો એવા સવાલના જવાબમાં અણ્ણા હઝારેએ કહ્યું હતું કે મારી સાથેના શરૂના દિવસોમાં મેં તેને કહ્યું હતું એના પર તેણે ધ્યાન રાખવું જોઈએ.

new delhi aam aadmi party anna hazare arvind kejriwal assembly elections delhi elections political news national news news