28 February, 2026 11:34 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
સગીર બાળકોના જાતીય શોષણના કેસમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કાયદા હેઠળ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને અન્ય આરોપીઓ સામે નોંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) સામે તેમણે આગોતરા જામીન માટે કરેલી અરજીમાં અલાહાબાદ હાઈ કોર્ટે તેમને રાહત આપી છે. આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ જિતેન્દ્ર સિંહાની બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો, પણ તેમની ધરપકડ પર હાલપૂરતી રોક લગાવી દીધી છે. બેન્ચે જણાવ્યું છે કે આદેશ જણાવવામાં આવે નહીં ત્યાં સુધી તેમને પકડવામાં આવે નહીં. આમ હાલમાં પોલીસ તેમને પકડી શકશે નહીં. બધાની નજર હવે કોર્ટના અંતિમ ચુકાદા પર છે.