02 May, 2026 08:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઑઇલના ભાવ વધતાં ઍરલાઇન્સની ઑપરેટિંગ કૉસ્ટ વધી જવાથી તાતા ગ્રુપની ઍર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ ઘટાડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એ ટૂંક સમયમાં દરરોજ ૧૦૦ ફ્લાઇટ્સ ઘટાડશે. આ ઘટાડો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને રૂટ પર હશે. ઍર ઇન્ડિયા હાલમાં દરરોજ આશરે ૧૧૦૦ ફ્લાઇટ ચલાવે છે. જૂનમાં યુરોપ, નૉર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના લાંબા અંતરના રૂટ પર સૌથી વધુ સંખ્યામાં ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે. તેલ-કંપનીઓએ ગઈ કાલે જાહેર કરાયેલા દરોમાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.