માની ગયા આ પોલીસ-કમિશનરને

09 May, 2026 07:55 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નિદા ખાનને પકડવા કેવી ચતુરાઈ વાપરવામાં આવી એ જાણીને ચકિત થઈ જશો...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ભાગેડુ નિદા ખાનને આશરો આપનારા AIMIMના કૉર્પોરેટર મતીન પટેલને છત્રપતિ​ સંભાજીનગરની પોલીસના બૉસ પ્રવીણ પવારે ચાલાકીથી હેડક્વૉર્ટરમાં બોલાવ્યો અને પછી તેને ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં લઈ જઈને તેની પાસેથી કબૂલાત કરાવીને જ જંપ્યા

નાશિકના જાતીય સતામણી અને ધર્માંતરણના કેસમાં આરોપી નિદા ખાનને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન 
(AIMIM)ના સ્થાનિક કૉર્પોરેટર મતીન પટેલે આશ્રય આપ્યો હોવાની બાતમી મળ્યા બાદ છત્રપતિ​ સંભાજીનગરની પોલીસે વિવિધ પક્ષોના એક ડઝન કૉર્પોરેટરોને બોલાવવાની ચાલાકીનો ઉપયોગ કર્યો હતો. 
છત્રપતિ સંભાજીનગરના પોલીસ-કમિશનર પ્રવીણ પવારને ચોક્કસ માહિતી મળી હતી કે નિદા ખાન AIMIMના કૉર્પોરેટર મતીન પટેલના સંપર્કમાં છે. એ પછી મતીન પટેલનો મોબાઇલ ફોન સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યો હતો અને તેને નિદા ખાનના ફોન પરથી કૉલ આવ્યો હતો, પરંતુ મતીન પટેલને પૂછપરછ માટે સીધો બોલાવવાથી તેને શંકા ગઈ હોત અને એને પગલે નિદા ખાન 
ભાગી ગઈ હોત. એથી કમિશનર પ્રવીણ

nashik