31 May, 2025 11:37 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ભોપાલમાં મહિલાઓની ‘અહિલ્યા વાહિની’ બાઇકરૅલી
આજે પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી છે. એ નિમિત્તે ગઈ કાલે સમગ્ર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં કેટલાંય શહેરોમાં લોકમાતા અહિલ્યાબાઈની યાદમાં બાઇકરૅલી અને જાગૃતિ સરઘસો નીકળ્યાં હતાં. ભોપાલમાં મહિલાઓની ‘અહિલ્યા વાહિની’ બાઇકરૅલી નીકળી હતી.
મહારાષ્ટ્રના સોલાપુરમાં પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર યુનિવર્સિટીના યુવાનોએ પરંપરાગત વેશભૂષામાં રૅલી કાઢી હતી.