સૅમસંગ બાદ ઍપલ યુઝર્સને વૉર્નિંગ અપાઈ

17 December, 2023 10:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સરકારી એજન્સીએ હાઈ અલર્ટ ઇશ્યુ કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલય હેઠળની ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમે સૅમસંગ સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી આપી હતી. હવે આ એજન્સીએ ઍપલ યુઝર્સને ચેતવણી આપી છે. આ એજન્સીએ ઍપલની જુદી-જુદી પ્રોડક્ટ્સને અસર કરતી અનેક ખામીઓના સંબંધમાં એક હાઈ સિક્યૉરિટી અલર્ટ ઇશ્યુ કર્યું છે. હૅકર્સ આ ખામીઓનો ગેરલાભ લઈને યુઝર્સની સંવેદનશીલ માહિતી મેળવી શકે છે અને ડિવાઇસિસ પર કન્ટ્રોલ કરી શકે છે. સરકારી એજન્સીએ હાઈ અલર્ટ ઇશ્યુ કર્યું છે, જે સૂચવે છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે. 

samsung apple national news indian government