29 April, 2025 06:56 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય હિન્દી મિડ-ડે
પહલગામમાં આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને તરત દેશ છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ લગભગ 627 પાકિસ્તાની નાગરિક અટારી-વાઘા બૉર્ડર પરથી પાકિસ્તાન પાછા પહોંચી ગયા છે.
પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતમાંથી પાકિસ્તાનીઓને તરત પાછા જવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. આંકડાઓ પ્રમાણે, અટારી-વાઘા બૉર્ડર પરથી છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 627 પાકિસ્તાની ભારત છોડી ચૂક્યા છે. આમાં 9 ડિપ્લોમેટ અને અધિકારી પણ સામેલ છે. જણાવવાનું કે સરકારે શૉર્ટ ટર્મ વીઝા હોલ્ડર્સની 12 કેટેગરીના લોકોને તત્કાલ પાકિસ્તાન પાછા આવવાનો આદેશ જારી કર્યો હતો. રવિવારે જ સરકાર તરફથી આપવામાં આવેલી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે.
ભારત છોડતી વખતે પાકિસ્તાની ભાવુક થઈ ગયા. બાલાસોર જિલ્લામાં ચાર વર્ષની ઉંમરમાં રહેનારી 72 વર્ષની રઝિયા સુલ્તાનાએ કહ્યું, અમે કંઇ ખોટું કર્યું છે તો ગોળી મારી દો પણ દેશમાંથી કાઢી ન મૂકો. રઝિયા સુલ્તાનાને પણ દેશ છોડવાની નોટિસ મળી છે. રઝિયા કિડનીની સમસ્યા સામે જજૂમી રહી છે અને 10 મેના ભુવનેશ્વરમાં તેની મેડિકલ અપૉઈન્ટમેન્ટ પણ છે. તેના પરિવારે સરકારને રાહત આપવાની અપીલ પણ કરી છે.
ગુજરાવાલાંના સોની મસીહ સાથે લગ્ન કરનારી મારિયાને પણ દેશ છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી બન્નેના લગ્ન થયા છે અને મારિયા પ્રેગ્નેન્ટ છે. તેને અત્યાર સુધી લૉન્ગ ટર્મ વીઝા નથી મળ્યો. મારિયાએ કહ્યું, હું કોઈપણ કિંમતે મારા પતિને છોડવા નથી માગતી.
પાકિસ્તાનમાંથી પણ 756 લોકો બૉર્ડરના રસ્તે પાછા આવ્યા છે. આમાં 14 ડિપ્લોમેટ અને અધિકારીઓ પણ સામેલ છે. પહલગામમાં આતંકવવાદી હુમલામાં 26 લોકોના માર્યા ગયા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને માટે પણ ભારત છોડો નોટિસ જાહેર કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાની અટારી-વાઘા બૉર્ડર પરથી પણ મોટી સંખ્યામાં પાછા જવા માંડ્યા. રવિવારે પણ ઓછામાં ઓછા 237 લોકોએ બૉર્ડર ક્રૉસ કરી. આમાં 115 લોકો પાકિસ્તાનમાંથી ભારત પાછા આવનારા પણ હતા.
ગુરુવારે, ૧૧૫ ભારતીયો પાકિસ્તાન છોડીને ગયા જ્યારે ૨૮ પાકિસ્તાનીઓ તેમના દેશ પરત ફર્યા. ૨૫ એપ્રિલના રોજ, ૨૮૭ પાકિસ્તાનીઓ અને ૧૯૧ ભારતીયો તેમના ઘરે પાછા ફર્યા. શનિવારે 75 પાકિસ્તાનીઓએ સરહદ પાર કરી. સાર્ક વિઝા પર ભારતમાં રહેતા લોકોને પાછા ફરવા માટે 26 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે જેમની પાસે મેડિકલ વિઝા હતા તેમને 29 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
રવિવારે, વિઝા ઓન અરાઇવલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, કોન્ફરન્સ, પર્વતારોહણ, વિદ્યાર્થી, મુલાકાતી, જૂથ પ્રવાસી, યાત્રાળુ શ્રેણીઓ હેઠળ વિઝા ધરાવતા લોકો માટે દેશ છોડવાની અંતિમ તારીખ પણ સમાપ્ત થઈ ગઈ. પાકિસ્તાન હાઈ કમિશનમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના સલાહકારોને દેશ છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.