સંસદમાં ઉઠ્યો ગેરકાયદે ખાણકામમાં અખિલેશના નામનો મામલો, સપાનો હોબાળો

07 January, 2019 01:35 PM IST  |  નવી દિલ્હી

સંસદમાં ઉઠ્યો ગેરકાયદે ખાણકામમાં અખિલેશના નામનો મામલો, સપાનો હોબાળો

સંસમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે.

સંસદના શિયાળુ સત્રમાં રાફેલ વિમાન સોદો, ત્રણ તલાક બિલ અને સબરીમાલા જેવા તમામ મુદ્દાઓ ગરમાયેલા છે. જ્યાં રાજ્યસભામાં આજે ત્રણ તલાક બિલ રજૂ કરવામાં આવશે, પરંતુ તેના પાસ થવાના આસાર બહુ દેખાતા નથી. જોકે, સરકારે તેને લઈને વિપક્ષીય દળો પાસે સહયોગ માંગ્યો છ. બીજી બાજુ રાફેલ વિમાન સોદાને લઈને પણ બીજેપી અને કોંગ્રેસની વચ્ચે ગરમાગરમી ચાલુ છે. કોંગ્રેસ જ્યાં સતત રાફેલ મુદ્દા પર હુમલાઓ કરી રહી છે, ત્યારે સરકારના મંત્રીઓ પણ પલટવાર કરવામાં લાગેલા છે. આ દરમિયાન બંને દળોએ પોતાના સાંસદોને ગૃહમાં ઉપસ્થિત રહેવાનો નિર્દેશ કર્યો છે.

સંસદમાં સપાએ ગેરકાયદે ખાણકામના નામલે અખિલેશનું નામ આવવાન મામલો ઉઠાવ્યો. સપાએ આરોપ લગાવતા જણાવ્યું કે સીબીઆઇ બીજેપીનો પોપટ બની ગઈ છે. સીબીઆઇ નીચી ઉતરી ગઈ એ સામાન્ય ઘટના નથી. લોકસભામાં હોબાળો કરી રહેલા અન્નાદ્રમુક અને તેલુગુ દેશમ પાર્ટીના ચાર સભ્યોને સ્પીકર સુમિત્રા મહાજને ગૃહના બાકીના કામકાજી દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા.

લોકસભામાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સરકારે HALને 1 લાખ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. રાહુલ ગાંધી HALના નામ પર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે HAL કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલી MoD પેપરનો હવાલો આપીને જણાવ્યું કે સરકારે HALની સાથે કરાર કર્યો છે. ત્યારબાદ સંસદમાં હોબાળો થવાને કારણે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. 12 વાગે પણ સતત હોબાળો ચાલતા સ્પીકરે લોકસભાને બપોરે 12.30 સુધી સ્થગિત કરી.

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ નરમલ્લી શિવપ્રસાદે આજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનનો વેશ ધારણ કરી રાખ્યો છે. આ પહેલા તેઓ જાદૂગર, મહિલા, ધોબી અને વિદ્યાર્થીનું રૂપ ધરી ચૂક્યા છે.

ત્રણ તલાક બિલ પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, 'ત્રણ તલાક બિલ રાજ્યસભામાં સૂચિબદ્ધ છે અને આ કોઇ સરકારની શાખનો મામલો નથી. બિલ મહિલાઓને ન્યાય અપાવવા માટે છે, એટલે તમામે તેનું સમર્થન કરવું જોઇએ. આપણે બધાએ આ બિલને પાસ કરવામાં મદદ કરવી પડશે.'

કેરળ: સબરીમાલા વિવાદ

સબરીમાલા વિવાદને લઈને કેરળમાં થયેલી હિંસા દરમિયાન બીજેપી સાંસદ વી. મુરલીધરનના ઘરે દેશી બોમ્બથી હુમલો થયો હતો. તેના પર મુરલીધરને કહ્યું, 'અડધી રાતે મારા ખાનદાની ઘર પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો. સદ્ભાગ્યે કોઈ ઇજા નથી થઈ. આ હિંસા ફેલાવવાની અને બીજેપી કાર્યકર્તાઓને ભડકાવવાની કોશિશ હતી. રાજ્ય સરકાર તેને બીજેપી વિરુદ્ધ સીપીએમનો મુદ્દો બનાવવા માંગે છે.'

national news