કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ કરાવીશું પાસ: સિંધિયા

25 February, 2019 05:18 PM IST  |  શિવપુરી, યુપી

કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ કરાવીશું પાસ: સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા (ફાઇલ ફોટો)

રવિવારે ઉત્તરપ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સિનિયર લીડર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી તો પહેલા જ સંસદસત્રમાં મહિલા અનામત બિલ પાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંસદ તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માંગ કરતું આ બિલ રાજ્યસભામાં 9 માર્ચ, 2010ના રોજ પાસ થયું હતું પરંતુ લોકસભામાં હજુ તેને મંજૂરી મળી નથી.

આંગણવાડી કાર્યકર્તાઓ માટે યોજાયેલા પ્રોગ્રામ 'સખી સંવાદ'માં સિંધિયાએ કહ્યું કે, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેઓ પોતે સ્ત્રી સશક્તિકરણની તરફેણ કરે છે.

સિંધિયાના પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયાને ગુણશિવપુરી લોકસભા સીટ પરથી ચૂંટણીમાં ઉતારવા માટે પાર્ટીવર્કર્સમાં ઝઘડો ચાલી રહ્યો છે, ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તેઓ પોતે સીટ પરથી ફરી એકવાર ચૂંટણી લડશે. સિંધિયાએ કહ્યું, 'અત્યારે તમારી સમક્ષ હું એક લોકસભા મેમ્બર તરીકે ઊભો છું. પરંતુ આગામી ચૂંટણી પછી, જ્યારે મહિલા અનામત બિલ સંસદમાં પાસ થઈ જશે, ત્યાર હું તમારી સામે સાંસદપતિ (સાંસદના પતિ) તરીકે ઊભો હોઇશ.'

પોતાની પત્નીના વખાણ કરતા સિંધિયાએ કહ્યું, "તે મારા કરતા વધુ ક્વૉલિફાઇડ છે. જ્યારે મહિલા અનામત બિલ પાસ થઈ જશે ત્યારે આશરે 16-170 મહિલા સાંસદોને દેશની પ્રતિષ્ઠા અને સન્માન માટે કામ કરવાનો મોકો મળશે."

આ પણ વાંચો: 60 વર્ષે તૈયાર થયું નેશનલ વોર મેમોરિયલ, જાણો શું છે ખાસિયતો

સિંધિયાએ કહ્યું કે ઘણા અસામાજિક તત્વો દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ક્રિયેટ કરે છે પરંતુ આપણો દેશ સેક્યુલર અને લિબરલ છે જ્યાં સ્ત્રીઓનું હંમેશાં સન્માન કરવામાં આવ્યું છે. તેમના પત્ની પ્રિયદર્શિની, જેઓ આ કાર્યક્રમમાં હાજર હતા, તેમણે કહ્યું કે મહારાજ જ આ સીટ પરથી ચૂંટણી લડશે અને હાલ તેમનો ચૂંટણી લડવાનો કોઈ પ્લાન નથી.

ગુણશિવપુરીની લોકસભા સીટ, જે એક સમયે ગ્વાલિયર સ્ટેટનો હિસ્સો હતી, તે સિંધિયા પરિવારની જાગીર છે. રાજમાતા વિજયરાજે સિંધિયા અને માધવરાવ સિંધિયાએ લોકસભામાં ઘણીવાર આ સીટને રિપ્રેઝન્ટ કરી છે.

jyotiraditya scindia congress