જમ્મુ-કાશ્મીરમાં નવા-જૂનીનાં એંધાણઃ આજે બીજેપી નેતાઓની બેઠક

30 July, 2019 11:59 AM IST  |  નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરમાં નવા-જૂનીનાં એંધાણઃ આજે બીજેપી નેતાઓની બેઠક

મોદી-શાહ

કેન્દ્રની સત્તાધારી પાર્ટી બીજેપીએ આગામી દિવસોમાં બે મહત્ત્વની બેઠકો બોલાવી છે. એમાં પહેલી બેઠક જમ્મુ-કાશ્મીર કોર ગ્રુપની હશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. આ બેઠક ૩૦ જુલાઈએ યોજાશે. આ સિવાય પાર્ટીએ પોતાના સાંસદો અને પ્રધાનો માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં યોજાનાર આ અભ્યાસ વર્ગ માટે ૩ અને ૪ ઑગસ્ટની તારીખ નક્કી કરાઈ છે. એટલું જ નહીં, અભ્યાસ વર્ગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : રૉન્ગ સાઇડ વાહન ચલાવવા માટે 6 જણને થઈ બે દિવસની જેલ

બીજેપીએ પોતાના તમામ સાંસદોને રવિવારે આ સંબંધમાં માહિતી આપતાં કહ્યું કે અભ્યાસ વર્ગમાં તેમની હાજરી ફરજિયાત છે. પાર્ટીના સંસદીય કાર્યાલય તરફથી તમામ સાંસદોને ૩ અને ૪ ઑગસ્ટે દિલ્હીમાં રહેવા આદેશ અપાયો છે. સૂત્રોનું કહેવું છે કે પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાંસદોને કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અને વિષય અંગે જાણકારી આપશે.

amit shah narendra modi national news