Keralaમાં મોટો રોડ અકસ્માત, બે બસની અથડામણમાં 9ના મોત, 38 ઈજાગ્રસ્ત

06 October, 2022 04:49 PM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

કેએસઆરટીસીની એક બસના ટૂરિસ્ટ બસ સાથે અથડાવાથી 9ના જીવ ગયા અને 38 ઈજાગ્રસ્ત થયા છે. પર્યટક માત્ર એર્નાકુલમ જિલ્લામાં બસેલિયોસ વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને ઉટી જઈ રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

કેરળના (Kerala) પલક્કડ જિલ્લાના (Palakkad) વડક્કનચેરીમાં (Vadakkancheri) ગુરુવારે (6 ઑક્ટોબર 2022)ના કેએસઆરટીસીની (KSRTC) એક બસના ટૂરિસ્ટ બસ (Tourist Bus) સાથે અથડાવાથી 9ના જીવ ગયા અને 38 ઈજાગ્રસ્ત થયા છે. પર્યટક માત્ર એર્નાકુલમ જિલ્લામાં બસેલિયોસ વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને ઉટી જઈ રહી હતી.

કેરળના રાજ્યમંત્રી એમબી રાજેશે માહિતી આપી છે કે પલક્કડ જિલ્લાના વડક્કનચેરીમાં કેરળ રાજ્ય રોડ પરિવહન નિગમ (KSRTC)ની બસના દુર્ઘટનાગ્રસ્ત હોવાથી 9નો મોત થયા, જ્યારે 38 ઇજાગ્રસ્ત થયા છે. પર્યટક બસ જ્યાં બસલિયોસ વિદ્યાનિકેતન સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને એર્નાકુલમથી ઉટી તરફ જઈ રહી હતી, તો કેએસઆરટીસીની બસ કોયંબટૂર તરફ જઈ રહી હતી.

આ પણ વાંચો : થાઇલેન્ડમાં બાળકોના ડે-કૅર સેંટરમાં ગોળીબાર, 22 બાળકો સહિત 34નાં મોત

પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: મૃતકોમાં કેએસઆરટીસી બસમાં જતા પાંચ વિદ્યાર્થી, એક શિક્ષક અને ત્રણ પ્રવાસી સામેલ છે. કુલ 38 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી એમબી રાજેશે જણાવ્યું કે અકસ્માતમાં પાંચ જણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, પણ તે જોખમથી બહાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ વિશે વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે. અકસ્માત રાષ્ટ્રીય રાજમાર્ગ 544 (NH-544) પર થયો.

kerala national news