✕

સ્પાઇસજેટના ૪૦ પાઇલટોએ પગાર નહીં મળે ત્યાં સુધી વિમાનો ઉડાવવાની ના પાડી દીધી

14 October, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બજેટ ઍરલાઇન છેલ્લા ઘણા સમયથી નાણાકીય અને સંચાલનલક્ષી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

સ્પાઇસજેટના Q400 વિમાનોના કાફલા સાથે સંકળાયેલા લગભગ ૪૦ પાઇલટોએ જ્યાં સુધી ઍરલાઇન તેમનો બાકી પગાર ચૂકવે નહીં ત્યાં સુધી વિમાન ઉડાવવાનો ઇનકાર કર્યો છે. પાઇલટોના સંગઠન ઍરલાઇન્સ પાઇલટ્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (ALPA)એ પણ આ વલણને સમર્થન આપ્યું છે.

આ બજેટ ઍરલાઇન છેલ્લા ઘણા સમયથી નાણાકીય અને સંચાલનલક્ષી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સ્પાઇસજેટ એપ્રિલ મહિનાથી પાઇલટો અને ક્રૂના પગારની ચુકવણીને લગતી સમસ્યાનો સામનો કરી રહી છે. 

જોકે સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા તમામ પાઇલટો નિર્ધારિત કાર્યક્રમ મુજબ કામ કરી રહ્યા છે અને તમામ ફ્લાઇટ્સ સામાન્ય રીતે ચાલી રહી છે.

national news india spicejet airlines news