જમ્મુના કઠુઆમાં આર્મીની ગાડી પર આતંકવાદી હુમલો, ચાર જવાન શહીદ

09 July, 2024 08:35 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ હુમલા બાદ આતંકવાદીઓ સામે આર્મીની જવાબી કાર્યવાહી ચાલી રહી છે

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આર્મીની ગાડી પર થયેલા આતંકવાદી હુમલામાં ચાર જવાનો શહીદ થયા છે. ગઈ કાલે સાંજે થયેલા આ હુમલામાં પહાડ પર છુપાયેલા આતંકવાદીઓએ આર્મીનાં વાહનો પર ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેડ પણ ફેંક્યા હતા. હુમલાના સ્થળની જે તસવીરો આવી છે એમાં દેખાય છે કે આતંકવાદીઓના હુમલાના કારણે આર્મીની ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ છે. આ હુમલા બાદ આતંકવાદીઓ સામે આર્મીની જવાબી કાર્યવાહી ચાલી રહી છે. આર્મી અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આ પહેલાં રવિવારે રાજૌરીમાં આર્મીના કૅમ્પ પર હુમલાના સમાચાર આવ્યા હતા જેમાં એક જવાન ઘાયલ થયો હતો. 

jammu and kashmir terror attack indian army national news