દિલ્હી-NCRમાં ૧૩ દિવસમાં ત્રીજો ભૂકંપ

23 July, 2025 08:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૩ દિવસમાં દિલ્હી-NCRમાં આ ત્રીજો ભૂકંપ આવ્યો છે. ભૂકંપની ઊંડાઈ સપાટીથી પાંચ કિલોમીટર નીચે હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગઈ કાલે સવારે દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS)એ જણાવ્યું હતું કે ‘હરિયાણામાં ગઈ કાલે સવારે ૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૨ તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ફરીદાબાદ હતું. છેલ્લા ૧૩ દિવસમાં દિલ્હી-NCRમાં આ ત્રીજો ભૂકંપ આવ્યો છે. ભૂકંપની ઊંડાઈ સપાટીથી પાંચ કિલોમીટર નીચે હતી.’

દુબઈની હાલત જુઓ


સોમવારે દુબઈની ભાગોળે  ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

new delhi earthquake national news news faridabad