જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા

18 January, 2023 01:02 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ બન્ને આતંકવાદીઓ પુલવામા જિલ્લાના હતા અને તેમની અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે ઓળખ કરવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

શ્રીનગર (પી.ટી.આઇ.) : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ગઈ કાલે કોર્ટ કૉમ્પ્લેક્સ પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. 
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘બડગામમાં આતંકવાદીઓની મૂવમેન્ટ વિશે ચોક્કસ જાણકારી મળતાં આર્મી અને પોલીસની સંયુક્ત ટીમે કોર્ટ કૉમ્પ્લ્કેસની પાસે એક શંકાસ્પદ વેહિકલને રોકવાની કોશિશ કરી હતી. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. જેના બદલામાં કરવામાં આવેલા ગોળીબારમાં બન્ને આતંકવાદીઓ ઠાર મરાયા હતા.’ આ બન્ને આતંકવાદીઓ પુલવામા જિલ્લાના હતા અને તેમની અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે ઓળખ કરવામાં આવી છે. 

કાશ્મીરના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું આ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાની સાથે જોડાયેલા હતા. આ બંને આતંકવાદીઓ પાસેથી એક એકે રાઇફલ અને એક પિસ્તૉલ જપ્ત કરવામાં આવી છે. આ આતંકવાદીઓ ગયા અઠવાડિયામાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને તેઓ છુપાવા માટે નવું સ્થળ શોધી રહ્યા હતા. તેમની મૂવમેન્ટ પર સતત નજર રખાતી હતી.

national news lashkar-e-taiba jammu and kashmir srinagar indian army republic day