સંસદીય કામગીરી માટે ૧૭ સંસદસભ્યો સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત

28 July, 2025 07:02 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ સન્માનમાં ચાર સ્પેશ્યલ જ્યુરી પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે જે સતત ત્રણ ટર્મ દરમ્યાન સંસદીય લોકશાહીમાં તેમનાં સતત યોગદાનને માન્યતા આપે છે.

સુપ્રિયા સુળે, રવિ કિશન, અરવિંદ સાવંતનો સમાવેશ

લોકસભામાં તેમના અનુકરણીય પ્રદર્શન માટે સુપ્રિયા સુળે (NCP-SP), રવિ કિશન (BJP), નિશિકાંત દુબે (BJP) અને અરવિંદ સાવંત (UBT) સહિત ૧૭ સંસદસભ્યોને સંસદ રત્ન પુરસ્કાર ૨૦૨૫ માટે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રાઇમ પૉઇન્ટ ફાઉન્ડેશન નામની નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) દ્વારા સ્થાપિત આ પુરસ્કારો સંસદમાં તેમના યોગદાન બદલ સંસદસભ્યોને આપવામાં આવે છે. નૅશનલ કમિશન ફૉર બૅકવર્ડ ક્લાસ (NCBC)ના અધ્યક્ષ હંસરાજ આહિરની અધ્યક્ષતામાં બનેલી જ્યુરી કમિટી દ્વારા અવૉર્ડ-વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.

આ સન્માનમાં ચાર સ્પેશ્યલ જ્યુરી પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે જે સતત ત્રણ ટર્મ દરમ્યાન સંસદીય લોકશાહીમાં તેમનાં સતત યોગદાનને માન્યતા આપે છે.

ભર્તૃહરિ મહતાબ (BJP, ઓડિશા), એન. કે. પ્રેમચંદ્રન (રિવૉલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, કેરલા), સુપ્રિયા સુળે (NCP-SP) અને શ્રીરંગ અપ્પા બાર્ને (શિવસેના-UBT, મહારાષ્ટ્ર)ને વિશેષ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. આ બધાએ ૧૬મી લોકસભાથી શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું છે.

અન્ય વિજેતા સંસદસભ્યોમાં સ્મિતા ઉદય વાઘ (BJP), નરેશ મ્હસ્કે (શિવસેના), વર્ષા ગાયકવાડ (કૉન્ગ્રેસ), મેધા કુલકર્ણી (BJP), પ્રવીણ પટેલ (BJP), વિદ્યુત બરન મહતો (BJP) અને દિલીપ સૈકિયા (BJP)નો સમાવેશ થાય છે.

national news india Lok Sabha supriya sule indian government