આંધ્ર પ્રદેશમાં ટીનેજર પર ૧૪ જણ દ્વારા બે વર્ષ સુધી બળાત્કાર

23 June, 2025 06:55 AM IST  |  Amaravati | Gujarati Mid-day Correspondent

અત્યારે ૧૫ વર્ષની થયેલી આ સગીરાને હવે ૮ મહિનાનો ગર્ભ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આંધ્ર પ્રદેશમાં દસમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની એક ટીનેજર પર ૧૪ જણ દ્વારા બે વર્ષ સુધી સતત બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે, આ ટીનેજર અત્યારે ગર્ભવતી છે એવી જાણ થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવી છે. તેને ૮ મહિનાનો ગર્ભ છે એવું જાણવા મળ્યું છે.

આ ટીનેજર આઠમા ધોરણમાં હતી ત્યારથી તેનું જાતીય શોષણ શરૂ થયું હતું અને બે મહિના પહેલાં સુધી તે સ્કૂલ જતી હતી. પોતાની મમ્મી સાથે રહેતી આ ટીનેજરને આરોપીઓ દ્વારા ધમકાવી રાખવામાં આવી હતી અને તેને બ્લૅકમેઇલ પણ કરવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં એક સગીર સહિત ૧૭ જણની ધરપકડ કરી છે.

andhra pradesh Education Rape Case sexual crime Crime News Protection of Children from Sexual Offences Act POCSO news national news