દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પિક-અપ ગાડીએ ૧૧ સફાઈ-કર્મચારીઓને કચડ્યા, ૭ લોકોનાં મોત

27 April, 2025 03:23 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

દુર્ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.

અકસ્માત

હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોઝપુરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં સાત લોકોનાં મોત થયાં હતાં. એક બેકાબૂ પિક-અપ ગાડીએ સફાઈ કરી રહેલા ૧૧ કર્મચારીઓને અડફેટે લીધા હતા, જેમાં છ લોકોનું ઘટનાસ્થળે અને એકનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ સિવાય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.

national news india road accident delhi haryana