ED, CBI અંગે ચૂંટણી પંચની બહાર ધરણાં પર બેઠેલા TMCના 10 સાંસદ પોલીસના અટકાયતમાં

08 April, 2024 09:59 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય તપાસ એજન્સીઓના કહેવાતા દુરુપયોગને લઈને ફરિયાદ કરવા પહોંચેલા ટીએમસીના ઓછામાં ઓછા 10 સાંસદ ચૂંટણી પંચની બહાર જ ધરણાં પર બેસી ગયા. આમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદ સામેલ છે.

ટીએમસીના સાંસદો અટકાયતમાં

કેન્દ્રીય તપાસ એજન્સીઓના કહેવાતા દુરુપયોગને લઈને ફરિયાદ કરવા પહોંચેલા ટીએમસીના ઓછામાં ઓછા 10 સાંસદ ચૂંટણી પંચની બહાર જ ધરણાં પર બેસી ગયા. આમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદ સામેલ છે.

કેન્દ્રીય તપાસ એજન્સીઓના કહેવાતા દુરુપયોગને લઈને ફરિયાદ કરવા પહોંચેલા ટીએમસીના ઓછામાં ઓછા 10 સાંસદ ચૂંટણી પંચની બહાર ધરણાં પર બેસી ગયા. આમાં રાજ્યસભા અને લોકસભા સાંસદ સામેલ છે. આની થોડીવાર પછી જ દિલ્હી પોલીસની ટીમ પહોંચી અને સાંસદોને અટકમાં લઈ લીધા. માહિતી પ્રમાણે ટીએમસી સાંસદોએ ચૂંટણી પંચને માગ કરી હતી અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના ચીફને પદ પરથી ખસેડી દેવામાં આવે. તેમણે કહ્યું હતું કે સીબીઆઈ, ઈડી અને એનઆઈએનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આથી તેમના ચીફ પર કાર્યવાહી કરવામાં આવે.

જણાવવાનું કે ટીએમસી સાંસદોનું પ્રતિનિધિમંડળ સોમવારે ચૂંટણી પંચ પહોંચ્યું. ટીએમસી નેતા ડોલા સેને કહ્યું કે ભાજપ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને વિપક્ષી નેતાઓને ખોટા કેસમાં ફસાવી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ આ પાંચ એજન્સીઓના ચીફને ખસેડી દેવા જોઈએ કે ચૂંટણીમાં દરેક દળને સમાન તક મળે. તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ચૂંટણી પહેલા જ અમારા નેતાઓની ધરપકડ કરાવી લેવા માગે છે.

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું, અમે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ ગયા હતા. જ્યાં અમે શાંતિપૂર્ણ રીતે ધરણાં પર બેઠા હતા તો પોલીસ પહોંચી અને કહેવામાં આવ્યું કે અમને મંદિર માર્ગે પોલીસ થાણે લઈ જવામાં આવી રહ્યા છે. પણ તે અમને દોઢ કલાક સુધી એમને એમ ફેરવતા રહ્યા અને પછી થાણાં પહોંચ્યા.

ટીએમસીના સાંસદોએ એ પણ માંગણી કરી છે કે રાજ્ય સરકારે જલપાઈગુડીમાં ચક્રવાત પીડિતોને મદદ કરવાની મંજૂરી આપવી જોઈએ જેથી કરીને તેમના ક્ષતિગ્રસ્ત મકાનો બનાવી શકાય. તમને જણાવી દઈએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ટીએમસીએ પણ ભાગ લીધો હતો. જો કે, TMC ઈન્ડિયા ગઠબંધનનો ભાગ નથી.

પશ્ચિમ બંગાળમાં NIA ટીમ પર થયેલા હુમલાને લઈને પણ રાજકારણ ગરમાયું છે. રવિવારે NIAની ટીમ 2022 બ્લાસ્ટ કેસની તપાસ માટે ભૂપતિનગર વિસ્તારમાં TMC નેતાના છુપાયેલા સ્થાને પહોંચી હતી. અહીં સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી ટીમના વાહનોને નુકસાન થયું હતું અને એનઆઈએના એક અધિકારીને પણ ઈજા થઈ હતી. આ પછી NIAએ ફરિયાદ દાખલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ટીએમસીને ઘેરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે ટીમ માટે આ રીતે રાત્રે દરોડા પાડવું ખોટું છે.

trinamool congress directorate of enforcement central bureau of investigation delhi police national news mamata banerjee election commission of india