તો શું મુંબઈ હવે સુરક્ષિત! 2 વર્ષ 10 મહિના બાદ કોરોનાનો શૂન્ય કેસ

25 January, 2023 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુંબઈ (Mumbai)માં મંગળવારે રોગચાળાની શરૂઆત પછી પ્રથમ વખત શૂન્ય કોવિડ કેસ (Coronavirus)ની માહિતી મળી છે. BMCએ 2772માં કોરોના ટેસ્ટ કર્યા, જેમાંથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

ફાઈલ ફોટો

અત્યારે પણ દુનિયામાં કોરોના (Coronavirus)ના હાહાકારના સમાચાર આવી રહ્યા છે.  આ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)ના મુંબઈ (Mumbai)માં મંગળવારે રોગચાળાની શરૂઆત પછી પ્રથમ વખત શૂન્ય કોવિડ કેસની માહિતી મળી છે. BMCએ 2772માં કોરોના ટેસ્ટ કર્યા, જેમાંથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લે મુંબઈમાં શૂન્ય કોરોના કેસ હોય એવું 16 માર્ચ, 2020માં થયું હતું. ત્યાર બાદ આજે આશરે બે વર્ષ અને 10 મહિના પછી એક પણ કોરોનાનો કેસ ન નોંધાયો હોય એવું બન્યું છે, જે મુંબઈવાસીઓ માટે સારા સમાચાર છે. આ સ્થિતિ એવા સમયે જોવા મળી છે જ્યારે ચીનમાં કોરોનાના કેસ (China Corona case)માં ભારે ઉછાળો જોવા મળ્યો છે અને આ સાથે જ એક નવી લહેરનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતા BMCના આરોગ્ય વિભાગે કહ્યું કે છેલ્લા અઢી વર્ષથી તેમના માટે પરીક્ષા જેવી સ્થિતિ છે. મુંબઈ એક સમયે કોવિડના વધતાં કેસોનું કેન્દ્ર બની ગયું હતું. નિષ્ણાતોએ રાહત વ્યક્ત કરી, પરંતુ કોઈપણ સંભવિત નવા પ્રકારનો સામનો કરવા તકેદારી રાખવાની ભલામણ પણ કરી.

આ પણ વાંચો: અરબો લોકો આ `ઝેર` ખાઈને હ્રદયને પાડે છે નબળું, WHO એ આપી ચેતવણી

અહીં, પ્રથમ ભારતીય ઇન્ટ્રાનાસલ કોવિડ રસી 26 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે.સ્વદેશી રસી નિર્માતા ભારત બાયોટેક 26 જાન્યુઆરીએ ભારતની પ્રથમ પ્રકારની ઇન્ટ્રાનાસલ રસી લોન્ચ કરશે, કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ શનિવારે જણાવ્યું હતું.ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ,એલાએ એ પણ માહિતી આપી હતી કે ઢોરમાં લમ્પી ત્વચાકોપ માટેની સ્થાનિક રસી, લમ્પી-પ્રોવિન્ડ, આવતા મહિને શરૂ થવાની સંભાવના છે.

mumbai news mumbai coronavirus covid19 china