24 March, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે
ગઈ કાલે અર્થ અવર નિમિત્તે રાત્રે ૮.૩૦થી ૯.૩૦ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બત્તી બંધ કરી દેવામાં આવી હતી. પૃથ્વીને બચાવવા માટેના વિશ્વના સૌથી મોટા અભિયાન અંતર્ગત ગઈ કાલે એક કલાક માટે બિનજરૂરી લાઇટો બંધ કરવાની હાકલ કરીને અર્થ અવર ઊજવવામાં આવ્યો હતો.