09 February, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
આજે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે તેમની ‘લાડકી બહેનો’ રાજ્યભરનાં મુખ્ય મંદિરોમાં મહાઆરતી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે.
૯ ફેબ્રુઆરીએ એકનાથ શિંદે ૬૨ વર્ષના થશે. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય મંદિરોમાં સાંજે ૭ વાગ્યે લાડકી બહેનો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. પંઢરપુરમાં વિઠ્ઠલ મંદિર, દેહુ, તુળજાભવાની મંદિર, કોલ્હાપુરમાં અંબાબાઈ મંદિર અને જ્યોતિબા મંદિર, શિર્ડીમાં સાંઈબાબા મંદિર, અક્કલકોટમાં સ્વામી સમર્થ સમાધિસ્થળ, જેજુરી, યંબકેશ્વર, કાલારામ મંદિર અને શેગાંવમાં ગજાનન મહારાજ મંદિરમાં આરતી થશે.
લાડકી બહિણ યોજના શરૂ કરીને રાજ્યની ૨.૫ કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા બદલ લાભાર્થી લાડકી બહેનો આ રીતે એકનાથ શિંદેનો જન્મદિવસ ઊજવશે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાનને કારણે એકનાથ શિંદેએ આ વર્ષે તેમનો જન્મદિવસ ન ઊજવવાનો નિર્ણય કર્યો છે.