જન્મદિવસે દુબઈ ન લઈ જતાં પતિનું પત્નીએ જ કર્યું કતલ

25 November, 2023 01:49 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Dubai on Her Birthday: લડાઈ દરમિયાન, રેણુકાએ નિખિલના ચહેરા પર મુક્કો માર્યો. મુક્કો એટલો જોરદાર હતો કે નિખિલનું નાક અને કેટલાક દાંત તૂટી ગયા. લોહી વહેવાને કારણે નિખિલ બેહોશ થઈ ગયો.

મર્ડર (પ્રતીકાત્મક તસવીર)

Dubai on Her Birthday: લડાઈ દરમિયાન, રેણુકાએ નિખિલના ચહેરા પર મુક્કો માર્યો. મુક્કો એટલો જોરદાર હતો કે નિખિલનું નાક અને કેટલાક દાંત તૂટી ગયા. લોહી વહેવાને કારણે નિખિલ બેહોશ થઈ ગયો.

મહારાષ્ટ્રના પુણેમાં એક હ્રદયદ્રાવક કરનારી ઘટના સામે આવી છે. પુણેમાં એક 36 વર્ષીય વ્યક્તિની તેની પત્ની દ્વારા નાક પર મુક્કો મારવાથી મોત નીપજ્યું છે. પતિએ પત્નીને જન્મદિવસ ઉજવવા માટે દુબઈ લઈ જવાની ના પાડી દીધી હતી. એવામાં આવીને પત્નીએ પતિ પર હુમલો કરી દીધો. આ ઘટના શુક્રવારે પુણેના વનાવડી વિસ્તારમાં એક પૉશ રહેવાસી સોસાઈટીમાં સ્થિત અપાર્ટમેન્ટમાં ઘટી.

Dubai on Her Birthday: પીડિતની ઓળખ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના વેપારી નિખિલ ખન્ના તરીકે થઈ છે, જેણે છ વર્ષ પહેલા રેણુકા (38) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. વનાવડી પોલીસ સ્ટેશનમાં તૈનાત એક વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રમાણે, "ઘટના શુક્રવારે બપોરની છે. પ્રાથમિક તપાસ પ્રમાણે, એ ખબર પડી છે કે દંપત્તી વચ્ચે ઝગડો થયો હતો, કારણકે નિખિલ પોતાના જન્મદિવસ ઉજવવા માટે રેણુકાને દુબઈ લઈ ગયો નહોતો, અને તેના જન્મદિવસે અને વર્ષગાંઠ પર મોંઘી ભેટ આપી નહોતી. રેણુકા કેટલાક સંબંધીઓનો જન્મદિવસ ઉજવવા માટે દિલ્હી જવા માગતી હતી, પણ નિખિલ આને માટે પણ તૈયાર નહોતો. આથી રેણુકા, પતિ નિખિલથી ખૂબ જ નારાજ હતી."

Dubai on Her Birthday: પોલીસે આગળ જણાવ્યું કે લડાઈ દરમિયાન, રેણુકાએ નિખિલના ચહેરા પર મુક્કો માર્યો. મુક્કો એટલો જોરદાર હતો કે નિખિલનું નાક અને કેટલાક દાંત તૂટી ગયા. લોહી વધારે વહી જવાને કારણે નિખિલ બેહોશ થઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે નિખિલનું મોત નીપજ્યું. જો કે, મૃત્યુનું ખરું કારણ પોસ્ટમાર્ટમ રિપૉર્ટમાં જ સામે આવશે.

આ દરમિયાન, પોલીસે રેણુકા વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ માટે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

નોંધનીય છે કે આવા ક્રાઈમના કિસ્સા દેશમાં પહેલીવાર નથી થયા જ્યારે પતિએ પત્નીનું કે પત્નીએ પતિનું કતલ કર્યું હોય. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી હત્યાની એક ભયાનક ઘટના (Delhi Crime) સામે આવી છે. અહીં લૂંટ કરવા માટે એક સગીર યુવકે એક વ્યક્તિને 100થી વધુ વાર ચાકુના ઘા માર્યા હતા. આટલું જ નહીં તેની હત્યા બાદ ઘાતકી હત્યારાએ મૃતદેહ પાસે ડાન્સ પણ કર્યો હતો.

શું છે આ સમગ્ર મામલો?
આ મામલો 21મી નવેમ્બરની મોડી રાત્રે 11.15 વાગ્યાની આસપાસ બન્યો હતો. મૃતક વ્યક્તિ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાથી અહીં ખૂબ જ સાંકડી શેરીઓ છે. યુવકને જતો જોઈને તે જ વિસ્તારનો એક સગીર છોકરો લૂંટના ઈરાદે મૃતક પર પહેલા પાછળથી હુમલો કરે છે અને મૃતક બેહોશ થવાની અણી પર પહોંચતા જ સગીર આરોપીએ તેના પર કટર જેવા છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

આ કેસ (Delhi Crime)માં ડીસીપી (ઉત્તર-પૂર્વ) જોય તિર્કીએ જણાવ્યું હતું કે 16 વર્ષના આરોપીએ પહેલા પીડિતનું ગળું દબાવ્યું અને જ્યારે તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેણે તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. આ પછી તેની પાસેથી લગભગ 350 રૂપિયા લૂંટી લીધા હતા. હુમલામાં ઘાયલ થયેલા પીડિતને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

pune news pune murder case Crime News mumbai crime news maharashtra news maharashtra dubai happy birthday