કૅન્સરપીડિતોને વાળ ડોનેટ કરવા 100થી વધુ લોકો કરાવશે હેડ-શેવિંગ

05 February, 2019 10:43 AM IST  |  | પૂજા ધોડપકર

કૅન્સરપીડિતોને વાળ ડોનેટ કરવા 100થી વધુ લોકો કરાવશે હેડ-શેવિંગ

ફાઈલ ફોટો

કૅન્સરપીડિતોને મદદ કરવા અને કેન્સરનો ડર દૂર કરવા ઓન્કૉહૅપી સંસ્થા દ્વારા હેડ-શેવિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦મી ફેબ્રુઆરીએ બાંદરા ખાતે એકસાથે ૧૦૦થી વધુ મહિલાઓ અને પુરુષો હેડ-શેવિંગ કરાવી કૅન્સર-પીડિતોને હેર ડોનેટ કરશે. ગઈ કાલે શરૂ થયેલી આ ઝુંબેશમાં કેટલાક લોકોએ સહભાગ લીધો હતો અને આગામી દિવસોમાં વધુ લોકો આ ઝુંબેશ સાથે જોડાય એવી અપેક્ષા છે.

હેડ-શેવિંગ બાદ જે વાળ ડોનેટ કરવામાં આવશે એની વિગ બનાવી કૅન્સરપીડિતોને દાનમાં આપીશું એમ જણાવતાં ઓન્કૉહૅપી ફાઉન્ડેશનની પ્રોજેક્ટ ઇનિશ્યેટિવ્સ શનાયા તાતાએ કહ્યું હતું કે ‘આ પ્રકારના કાર્યક્રમો ભારતમાં થવા જોઈએ. જરૂરિયાતમંદ કૅન્સરપીડીતો અને એમાં પણ ખાસ કરીને બાળકો અને મહિલાઓ કીમોથેરપી બાદ ઘરમાંથી બહાર નીકળવામાં શરમ અનુભવતાં હોય છે. આવી મહિલાઓ અને બાળકોને અમે વિગ ડોનેટ કરીશું. હેડ-શેવિંગ ઉપરાંત બ્લડ-ડોનેશન થશે અને મોટિવેશનલ સ્પીકર્સનાં લેક્ચર્સ યોજાશે. બાંદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં બે હજારથી વધુ લોકો ભાગ લેશે.’

૧૧ વર્ષ પહેલાં બોન-કૅન્સર સામે હતું, હવે રોશની પણ જોડાશે કૅમ્પેનમાં

રોશની કુમાર જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે તેને ચોથા સ્ટેજનું બોન-કૅન્સર થયું હતું. છેલ્લાં ૧૧ વર્ષથી કૅન્સરમુક્ત જીવન જીવી રહેલી રોશની આ કાર્યક્રમમાં ભાગ લઈ રવિવારે હેડ-શેવ કરાવશે.

આ પણ વાંચો : મોદી અને કેજરીવાલે અન્નાનો ઉપયોગ કરી લીધો : રાજ ઠાકરે

કૅન્સર જીવનનો અંત નથી એમ જણાવતાં રોશનીએ કહ્યું હતું કે ‘મને કૅન્સર થયું ત્યારે હું માત્ર ૧૧ વર્ષની હતી. મારાં માતા-પિતાએ મને સાથ આપ્યો હતો એથી જ હું કૅન્સરને માત આપી શકી હતી. કીમોથેરેપીમાં વાળ ઊતર્યા બાદ મને પણ લોકોની સામે ઊભા રહેવામાં શરમ આવતી હતી, પણ હવે જમાનો બદલાયો છે અને મારા જેવી સેંકડો મહિલાઓને ઉદાહરણ આપવા હું રવિવારે હેડ-શેવ કરાવીશ.’

mumbai news cancer bandra