04 July, 2025 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૉટ્સઍપ
અત્યાર સુધી કોઈ ડૉક્યુમેન્ટ કે ફોટો સ્કૅન કરવો હોય તો એ માટે અલગથી ઍપ ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે આ ફીચર વૉટ્સઍપમાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે. આ ફીચર વાપરીને વૉટ્સઍપમાં જ ડૉક્યુમેન્ટ્સ સ્કૅન કરીને પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફૉર્મેટ (PDF) ફાઇન બનાવી શકાશે.
વૉટ્સઍપના નવાં ફીચર્સ ટ્રૅક કરનારી વેબસાઇટના રિપોર્ટ મુજબ વૉટ્સઍપ પર ડૉક્યુમેન્ટ સ્કૅન કરવાનું ફીચર આવી ગયું છે. ઍન્ડ્રૉઇડ બીટા ટેસ્ટર્સ માટે આ નવું ફીચર આવ્યું છે જેમાં કોઈ પણ ડૉક્યુમેન્ટ કે ફોટોને સ્કૅન કરી શકાશે. છેલ્લા થોડા મહિનાઓથી ઍપલના ફોનમાં આ ફીચર ઉપલબ્ધ હતું. ગૂગલ પ્લેસ્ટોરમાંથી વૉટ્સઍપનું લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવાથી આ ફીચર કાર્યરત થઈ જશે.