વેસ્ટર્ન રેલવેમાં ૩૬ કલાકનો બ્લૉક

01 June, 2025 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીમાં એલિવેટેડ રિઝર્વેશન ઑફિસ તોડવાની હોવાથી શનિવારે બપોરના એક વાગ્યાથી લઈને રવિવારે મધરાત બાદ એક વાગ્યા સુધીનો પાંચમી લાઇનનો અને યાર્ડની લાઇન પર ૩૬ કલાકનો બ્લૉક

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વેસ્ટર્ન રેલવેમાં કાંદિવલીમાં એલિવેટેડ રિઝર્વેશન ઑફિસ તોડવાની હોવાથી શનિવારે બપોરના એક વાગ્યાથી લઈને રવિવારે મધરાત બાદ એક વાગ્યા સુધીનો પાંચમી લાઇનનો અને યાર્ડની લાઇન પર ૩૬ કલાકનો બ્લૉક રાખવામાં આવ્યો છે. બ્લૉકના આ સમય દરમ્યાન લોકલની ૧૬૨ સર્વિસ રદ કરવામાં આવી છે. બ્લૉક વખતે લોકલ અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવશે.

૩૦ અને ૩૧ મેએ છૂટનારી ૧૯૪૧૮ અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ વસઈ ખાતે જ ટર્મિનેટ કરવામાં આવશે. એ જ પ્રમાણે ૩૧ અને ૧ જૂને છૂટનારી ૧૯૪૨૫ બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસ ભાઈંદરથી ઉપાડવામાં આવશે. ૩૧ મેએ આવનારી ૧૯૪૨૬ નંદુરબાર–બોરીવલી એક્સપ્રેસ વસઈ ખાતે જ ટર્મિનેટ કરવામાં આવશે. 

western railway mega block mumbai local train mumbai trains mumbai mumbai news