વેસ્ટર્ન રેલવેમાં AC લોકલમાં ખુદાબક્ષો પાસેથી ૧૭૩.૮૯ કરોડનો દંડ વસૂલ થયો

11 April, 2024 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધતી જતી ગરમીને કારણે વેસ્ટર્ન રેલવેની ચર્ચગેટથી વિરાર સુધી દોડતી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલમાં પ્રવાસીઓની ગિરદી વધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

વધતી જતી ગરમીને કારણે વેસ્ટર્ન રેલવેની ચર્ચગેટથી વિરાર સુધી દોડતી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલમાં પ્રવાસીઓની ગિરદી વધી રહી છે અને એમાં વગર ટિ​કિટે અથવા અન્ય ક્લાસની ટિ​કિટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવામાં આવી રહ્યા છે. વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું છે કે ૨૦૨૩ના એપ્રિલથી ૨૦૨૪ના માર્ચ સુધીમાં વગર ટિકિટના પ્રવાસીઓ પાસેથી કુલ ૧૭૩.૮૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ૨૦૨૨-’૨૩ની સરખામણીમાં આ દંડની રકમ પચીસ ટકા જેટલી વધારે છે. દર મહિને આશરે ૫૦૦૦ ખુદાબક્ષો આ ટ્રેનમાં પ્રવાસ કરતાં ઝડપાઈ રહ્યા છે.

AC Local mumbai local train mumbai mumbai news