મંગળવારે મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં પાણીપુરવઠો બંધ રહેશે

28 May, 2022 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે આ સમય દરમ્યાન પાણીની ખેંચ સહન કરવી પડે એ માટે આગલા દિવસે પાણીની વ્યવસ્થા કરી રાખવી અને પછીના દિવસે પાણી સાચવીને વાપરવું. 

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-પૂર્વમાં આવેલા લોખંડવાલા કૉમ્પ્લેક્સ ખાતેની ૧૮૦૦ એમએમની પાણીની પાઇપલાઇન સાથે ૧૫૦૦ એમએમની પાણીની પાઇપલાઇન જોડવાનું કામ તેમ જ કાંદિવલી-પૂર્વમાં જ આવેલા ઠાકુર કૉમ્પ્લેક્સ ખાતેની ૧૮૦૦ એમએમની પાઇપલાઇન બીજા સ્થળે ખસેડવાનું કામ મંગળવાર, ૩૧ મેએ સવારે ૮.૩૦ વાગ્યે શરૂ કરીને બીજા દિવસે સવારે ૮.૩૦ વાગ્યા સુધી હાથ ધરાશે. આથી મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસર-પૂર્વમાં આવેલા મોટા ભાગના વિસ્તારમાં ૨૪ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે. બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે આ સમય દરમ્યાન પાણીની ખેંચ સહન કરવી પડે એ માટે આગલા દિવસે પાણીની વ્યવસ્થા કરી રાખવી અને પછીના દિવસે પાણી સાચવીને વાપરવું. 

Mumbai mumbai news kandivli malad borivali dahisar