13 October, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં આવેલી એક જાણીતી હાઉસિંગ સોસાયટીના ૪૨ વર્ષના વૉચમૅને એક ટીનેજરને અણછાજતી રીતે સ્પર્શ કર્યો હતો. આ વૉચમૅનની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
આ ચોંકાવનારી ઘટના શુક્રવારે બપોરે ૨.૩૦ વાગ્યે બની હતી. ખડકપાડા પોલીસે આ ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ટીનેજર લિફ્ટની રાહ જોતી લૉબીમાં ઊભી હતી. ત્યારે વૉચમૅને તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો. ટીનેજરે પોતાને તેના હાથમાંથી છોડાવી, ત્યારે તેણે ટીનેજર સામે ગંદો ઇશારો પણ કર્યો હતો. સોસાયટીના રહેવાસીઓને આ વિશે જાણ થઈ એટલે તેમણે વૉચમૅનને પકડીને પોલીસને સોંપ્યો હતો. ટીનેજરે આ બાબતે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી વૉચમૅનની ધરપકડ કરીને તેની સામે પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન્સ ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) હેઠળ ગુનો નોંધ્યો હતો.’