07 January, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઑનલાઈન ફ્રોડની પ્રતીકાત્મક તસવીર
અવારનવાર ઓનલાઈન છેતરપિંડીના કેસ સામે આવતા હોય છે. પણ, તાજેતરમાં જ એક એવી ઘટના સામે આવી હતી જેમાં મુંબઈની એક મહિલાએ સતર્કતા દાખવીને UPI કૌભાંડ (UPI Fraud)નો થતો પ્રયાસ અટકાવ્યો હતો.
કઈ રીતે પ્રકાશમાં આવ્યું આ કૌભાંડ?
ખરેખર તો આ કૌભાંડ (UPI Fraud) ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે આ મહિલાને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં જે તે વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેને એલઆઇસીમાંથી રૂ. 25,000 તેના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે તેના પિતાની પરવાનગી આપવામાં આવી છે, કારણ કે તેના પિતા ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરતાં નહોતા.
કૉલ કરનાર વ્યક્તિ તેને પ્રેમથી બીટા એમ કહીને બોલાવતો હતો. તે વ્યવહાર પૂર્ણ કરવાની ઉતાવળમાં હોય તેવું પણ લાગતું હતું અને તેના પિતા ઓનલાઈન પ્લેટફોર્મ પર ન હોવાના બહાને તેણીની Google Pay વિગતોની વિનંતી કરી હતી. જેમ જેમ વાર્તાલાપ આગળ વધતો ગયો તેમ સ્કેમરે તાકીદની ભાવના ઊભી કરીને ઝડપી વ્યવહાર (UPI Fraud) કરવાનું શરૂ કરી દીધું હતું.
આ વ્યક્તિએ એક્સ અકાઉન્ટ પર લખી જણાવ્યું હતું કે, "મને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે કહ્યું કે તેણે મારા પિતા પાસેથી મારો નંબર મેળવ્યો છે કારણ કે મારા જ પિતાએ તેને કહ્યું હતું કે તે જીપે ન વાપરતા હોવાથી તેઓએ મારો નંબર શૅર કર્યો હતો, કારણકે હું જીપે યુઝ કરતી હતી.”
શરૂઆતમાં તેણીને કોઈ અયોગ્ય રમતની શંકા ન હતી અને મદદ કરવા તે સંમત પણ થઈ ગઈ હતી. તમન્નાએ આ વિષે પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું છે કે, “મને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો જેણે કહ્યું કે તેને મારો નંબર મારા પિતા પાસેથી મળ્યો છે કારણ કે મારા પિતાએ કહ્યું હતું કે તે જીપેમાં નથી અને હું છું. વિગતોની ચકાસણી કર્યા પછી સ્કેમરે ઝડપી વ્યવહારો શરૂ કરી અને તેને ડિપોઝિટની રસીદની પુષ્ટિ કરવા માટે કહીને વર્ચ્યુઅલ ચૂકવણી કરી.
પણ, આ રીતે મામલો આવ્યો પ્રકાશમાં...
જોકે, સ્કેમરે 5000 રૂપિયાને બદલે 50,000 રૂપિયા મોકલ્યા અને તમન્નાને બાકીના 45,000 રૂપિયા પરત કરવા કહ્યું ત્યારે પરિસ્થિતિ શંકાસ્પદ (UPI Fraud) બની હતી. “તે `અરે બેટા, મેં 5000ને બદલે 50000મોકલ્યા છે. કોઈ ચિંતા નહી. શું તમે મને 45 હજાર પાછા મોકલી શકો?’
ત્યારબાદ આ મહિલાને એક સૂચના મળી કે એની પાસે જીપેપર એક મેસેજ છે. ત્યારે આ મહિલાએ તેને કહ્યું કે તેની પાસે Gpay પર મેસેજ છે, પૈસા નહીં. તેણે મહિલાને પૂછ્યું કે તેને તેનો સ્ક્રીનશોટ જોવો છે. ત્યારે મહિલાએ સતર્કતા વાપરીને કહ્યું કે મારા પિતા પાછા ન આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ અને આ મામલાને ઉકેલવા માટે હું તેમને તેમના નંબર પર કૉલ કરું છું.
ત્યારે સ્કેમર (UPI Fraud) તેની સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો હતો.