રોડ-પ્રોજેક્ટ્સમાં ૨૯૭.૯૭ કરોડ રૂપિયાનો બિનજરૂરી ખર્ચ બહાર આવ્યો

26 March, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

HAM એક પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલ છે જ્યાં સરકાર બાંધકામ માટે પ્રોજેક્ટખર્ચનો અમુક ભાગ ચૂકવે છે

પ્રતીકાત્મક તસવીર

ભારતના કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)એ મહારાષ્ટ્રમાં હાઇબ્રિડ ઍન્યુઇટી મૉડલ (HAM) હેઠળ હાથ ધરવામાં આવેલા વિવિધ રોડ-પ્રોજેક્ટ્સમાં ૨૯૭.૯૭ કરોડ રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થયો હોવાનું એના રિપોર્ટમાં જણાવ્યું છે. CAGનો રિપોર્ટ બુધવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

HAM એક પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલ છે જ્યાં સરકાર બાંધકામ માટે પ્રોજેક્ટખર્ચનો અમુક ભાગ ચૂકવે છે, જ્યારે ડેવલપર બાકીની રકમ ચૂકવે છે. ત્યાર બાદ ઍન્યુઇટી તરીકે સરકાર રકમ પાછી આપે છે. HAM વિશેના CAGના રિપોર્ટમાં ૨૦૧૮-’૧૯થી ૨૦૨૨-૨૩ સુધીના સમયગાળાને આવરી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બિનજરૂરી જમીનસંપાદન માટે ૫.૫૫ કરોડ રૂપિયા, HAM પૅકેજોમાં સરકાર દ્વારા ઍન્યુઇટી આપવામાં મોડું થતાં ૪.૬૫ કરોડ રૂપિયાની વ્યાજની ચુકવણી તથા અન્ય પ્રોજેક્ટ્સમાં થયેલા બિનજરૂરી ખર્ચનો સમાવેશ થાય છે. 

mumbai news mumbai ministry of road transport and highways morth maharashtra government maharashtra news maharashtra