ઔરંગઝેબની કબર ઉખેડીને દેશની બહાર ફેંકી દો

19 March, 2025 08:35 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ પણ કરી માગણી

ઉદયનરાજે ભોસલે

ક્રૂર શાસક ઔરંગઝેબની કબરને હટાવવા માટે રાજ્યમાં વાતાવરણ ગરમ છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘નાગપુરમાં જે થયું એનું સમર્થન કોઈ ન કરી શકે. રમખાણ કરનારાઓને જાત-પાત નથી હોતી. હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે નહીં પણ એક નાગરિક તરીકે કહી રહ્યો છું કે ઔરંગઝેબની કબર ઉખેડીને દેશની બહાર ફેંકી દેવી જોઈએ. છ‌ત્રપતિ શિવાજી મહારાજ એકમાત્ર રાજા હતા જેમણે સર્વધર્મ સમભાવને પ્રોત્સાહન આપ્યું હતું. લોકશાહીનો ઢાંચો તૈયાર કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું હતું એટલે તેમની તુલના કોઈ સાથે ન થઈ શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ શિવાજી મહારાજના વિચારને આચરણમાં લાવવાનું કામ કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે વહેલી તકે શિવાજી મહારાજ અને ‌સંભાજી મહારાજનો ઇતિહાસ પ્રકાશિત કરવો જોઈએ જેથી કોઈ વિવાદ જ ન રહે.’

nagpur aurangzeb shivaji maharaj bharatiya janata party maharashtra maharashtra news news mumbai mumbai news political news