08 July, 2023 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના માહિમ અને ફણસભાત રોડ પર ગુરુવારે બપોરે બહેનપણીઓ સાથે જઈ રહેલી આઠ વર્ષની એક છોકરીએ સ્ટ્રીટલાઇટના થાંભલાને હાથ અડાડતાં વીજળીનો કરન્ટ લાગ્યો હતો. એ જોઈને તેને બચાવવા તેની સાથેની તેની બહેનપણીઓએ બચાવો બચાવોની બૂમો પાડવા માંડી હતી.
છોકરીઓની બૂમાબૂમ સાંભળીને બાઇક પર કામે જઈ રહેલા બે વર્કરો સુહાસ મ્હાત્રે અને ચૈતન્ય વર્તક તેમની મદદે દોડ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને સ્ટ્રીટલાઇટના થાંભલાનો ફ્યુઝ કાઢી લીધો હતો એટલે વીજળીની સપ્લાય અટકી ગઈ હતી. તરત જ તે બાળકીને પાલઘર ગ્રામીણ હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઈ હતી. હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપ્તિ ગાયકવાડે કહ્યું હતું કે બાળકી પરથી જાનનું જોખમ ટળી ગયું છે અને તેની હાલત સુધારા પર છે.