૬ વર્ષના છોકરાને બીજા ક્લાસની છોકરી પાસે પાંચ-છ થપ્પડ મરાવી

28 December, 2025 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટુડન્ટની હેરાનગતિ બદલ પ્રાઇવેટ સ્કૂલના બે ટીચર સામે પોલીસમાં ફરિયાદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી મુંબઈની એક પ્રાઇવેટ સ્કૂલના બે ટીચરોની વિરુદ્ધમાં ૬ વર્ષના વિદ્યાર્થીને હેરાન કરવાના આરોપ સાથે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટુન્ડન્ટના પેરન્ટ્સની ફરિયાદના આધારે કામોઠે વિસ્તારમાં આવેલી આ સ્કૂલના શિક્ષકો સામે ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એક ટીચરે ૧૪ નવેમ્બરે બીજા ક્લાસમાંથી છોકરીને બોલાવી હતી અને પીડિત છોકરાના ગાલ પર પાંચથી છ વાર થપ્પડ મારવાનું કહ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. એ પછી ૨૮ નવેમ્બરે બીજા એક ટીચરે પીડિત છોકરાના ચહેરા પર કમ્પસ-બૉક્સથી માર માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. અમે સ્ટાફના વર્તન અને સ્કૂલના વાતાવરણની તપાસ કરી રહ્યા છીએ.’

navi mumbai Crime News mumbai crime news mumbai mumbai news