મીરા રોડમાંથી ૧.૦૮ લાખની બનાવટી નોટો સાથે બેની ધરપકડ

09 June, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે બે જણની બનાવટી નોટો સાથે ધરપકડ કરી

મીરા રોડના વિનયનગર વિસ્તારમાંથી પોલીસે બે જણની બનાવટી નોટો સાથે ધરપકડ કરી છે. ખબરીએ આપેલી માહિતીના આધારે પોલીસે સુપર્ણા રામકૃષ્ણ મન્ના અને સૂર્યદેવ ગોપીનાથને ઝડપી તેમની તલાશી લેતાં ૫૦૦ રૂપિયાની ૨૬ બનાવટી નોટ મળી આવી હતી. બન્ને જણ પ​શ્ચિમ બંગાળનાં રહેવાવાળાં છે. જ્યારે તેમના ઘરની તલાશી લેવામાં આવી ત્યારે બીજી ૧૯૦ બનાવટી નોટ મળી આવી હતી. આમ તેમની પાસેથી કુલ ૧.૦૮ લાખ રૂપિયાની બનાવટી નોટો મળી હતી. તેઓ ઘરમાં જ બનાવટી નોટો બનાવતાં હતાં. તેમના ઘરમાંથી પ્રિન્ટર, નોટો બનાવવા માટે વપરાતો કાગળ અને અન્ય મટીરિયલ જપ્ત કરવામાં આવ્યાં હતાં. ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.       

mumbai news mumbai mira road Crime News mumbai crime news mumbai police