13 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘણસોલી પાસે બેસાડાયેલું ટનલ બોરિંગ મશીન.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘણસોલી પાસે આવેલા સાવલી ખાતે જમીનથી ૩૯ મીટરની ઊંડાઈએ બીજા ટનલ બોરિંગ મશીન (TBM)ના અસેમ્બલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ મશીન તૈયાર થયા બાદ સાવલીથી વિક્રોલી તરફ ટનલ ખોદકામની શરૂઆત કરશે જે ૧૬ કિલોમીટર લાંબા અન્ડરગ્રાઉન્ડ રૂટ માટે મહત્ત્વનો ભાગ છે. પ્રથમ તબક્કામાં ૧૮ મીટર લાંબું, ૧૦ મીટર પહોળું અને ૯ મીટર ઊંચું, અંદાજે ૧૯૦ ટન વજન ધરાવતું ગેન્ટ્રી સાવલી શાફ્ટમાં ઉતારવામાં આવ્યું હતું. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને શીળફાટા વચ્ચેના કુલ ૨૧ કિલોમીટર લાંબા ટનલ સેક્શનમાંથી ૧૬ કિલોમીટરનું ખોદકામ આ બે TBM દ્વારા પૂર્ણ કરવામાં આવશે.