તબલા-નવાઝને વાંસળીના સૂરે શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી

02 January, 2025 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં જાણીતા વાંસળીવાદક વિવેક સોનાર અને તેમના શિષ્યો વાંસળીવાદન કરવાના છે.

તસવીર : સૈયદ સમીર અબેદી

તબલાંના ખાં ઉસ્તાદ ઝાકિર હુસેનનું ​૧૫ ડિસેમ્બરે અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં જાણીતા વાંસળીવાદક વિવેક સોનાર અને તેમના શિષ્યો વાંસળીવાદન કરવાના છે. ગઈ કાલે વર્ષના પ્રથમ દિવસે મરીન ડ્રાઇવ પર વિવેક સોનારે તેમના ૩૦ જેટલા સ્ટુડન્ટ્સ સાથે એનું રિહર્સલ કર્યું હતું. આ ગ્રુપમાં ૮ વર્ષથી લઈને ૮૦ વર્ષ સુધીના વાંસળીવાદકો ભાગ લઈ રહ્યા છે. તેમણે છેડેલી સૂરાવલિએ ત્યાંથી પસાર થઈ રહેલા મુંબઈગરાઓ અને સહેલાણીઓનાં મન મોહી લીધાં હતાં.

mumbai news mumbai zakir hussain marine drive indian music