પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવ્યા વગર વિદ્યાર્થિનીઓને સરકારી હૉસ્ટેલમાં નો એન્ટ્રી! આરોપો બાદ વિવાદ

09 December, 2025 04:04 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

ઘણી વિદ્યાર્થિનીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે આ ખૂબ જ શરમજનક છે. વૅકેશનથી પાછા ફર્યા પછી બધી જ વિદ્યાર્થિનીઓએ આ ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવું પડે છે. એક વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ, તેણે અત્યાર સુધીમાં અનેક વખત આ ટેસ્ટ કરવી છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રની એક સરકારી હૉસ્ટેલમાં રહેતી ઘણી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ ઘર જઈ અથવા રજાઓથી પરત હૉસ્ટેલ આવે છે ત્યારે તેમની ગર્ભાવસ્થા પરિક્ષણ (પ્રેગ્નેન્સી ટેસ્ટ) કરાવવામાં આવે છે. હૉસ્ટેલમાં પ્રવેશ મેળવતા પહેલા જ તેમને આ પરિક્ષણ કરાવવું પડે છે. ઘણી વિદ્યાર્થિનીઓએ હૉસ્ટેલ મેનેજમેન્ટ પર આવો ગંભીર આરોપ કર્યો છે. આ હૉસ્ટેલ મહારાષ્ટ્ર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જોકે, ગર્ભાવસ્થા પરિક્ષણ ફરજિયાત બનાવવાનો કોઈ નિયમ નથી અને વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે તે ન કરવું જોઈએ. પુણે જિલ્લાના સરકારી આદિજાતિ હૉસ્ટેલમાં રહેતી ઘણી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ ઘરે રજાઓ ગાળ્યા પછી હૉસ્ટેલમાં પાછા ફરે છે, ત્યારે તેમનો ગર્ભાવસ્થા પરિક્ષણ કરવામાં આવે છે. આ માટે, તેમને એક કીટ આપવામાં આવે છે. તેમને તે સરકારી હૉસ્પિટલમાં લઈ જવી પડે છે, જ્યાં તેમની પરીક્ષણ કરવામાં આવે છે. ડૉક્ટર પાસેથી નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી, તેમણે કૉલેજમાં એક ફોર્મ સબમિટ કરવું પડે છે. આ બધી ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી જ, વિદ્યાર્થિનીઓને હૉસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે.

ખૂબ જ શરમજનક વાત

અહેવાલ મુજબ, એક વિદ્યાર્થિનીએ કહ્યું કે જો કોઈ છોકરી ગર્ભાવસ્થા પરિક્ષણ ન કરાવે, તો તેને હૉસ્ટેલમાં આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઘણી વિદ્યાર્થિનીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે આ ખૂબ જ શરમજનક છે. વૅકેશનથી પાછા ફર્યા પછી બધી જ વિદ્યાર્થિનીઓએ આ ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવું પડે છે. એક વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ, તેણે અત્યાર સુધીમાં અનેક વખત આ ટેસ્ટ કરવી છે. ઘણી વિદ્યાર્થિનીઓએ આ કારણે માનસિક તણાવ પણ સહન કરવો પડે છે. તેઓ શરમ અનુભવે છે, લોકો તેમને શંકાની નજરે જુએ છે. તેઓ પરિણીત નથી, છતાં લોકોના ચહેરા પર પ્રશ્ન દેખાય છે કે તેમના પર ગર્ભાવસ્થા પરિક્ષણ કેમ કરવામાં આવે છે.

વધુ એક ઘટના

પુણેની વધુ એક આશ્રમ શાળામાંથી પણ આવી જ ફરિયાદ પ્રકાશમાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આદિજાતિ વિકાસ વિભાગ મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને શિક્ષિત કરવા માટે આશ્રમ શાળાઓ ચલાવે છે. વિભાગે ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓ માટે હૉસ્ટેલ પણ શરૂ છે. પરંતુ, આમાંની ઘણી હૉસ્ટેલોમાં, મહિલા વિદ્યાર્થિનીઓ માટે ગર્ભાવસ્થા પરિક્ષણ ફરજિયાત છે.

માતાપિતાએ ખર્ચ ઉઠાવવો પડે છે

કેટલાક વાલીઓએ કહ્યું કે વિદ્યાર્થિનીઓને એક કીટ આપવામાં આવે છે જેના દ્વારા પેશાબનું પરીક્ષણ કરવામાં આવે છે. પરિણામ (પોઝિટિવ કે નેગેટિવ) ફોર્મ પર લખાયેલું હોય છે. વાલીઓએ તે પરીક્ષણોનો ખર્ચ ઉઠાવવો પડે છે અને દરેક પરીક્ષણનો ખર્ચ 150 થી 200 રૂપિયા છે. મહારાષ્ટ્રના આદિજાતિ વિકાસ વિભાગે આ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમના મતે, આદિજાતિ વિકાસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ પણ ટેસ્ટ થવી જોઈએ નહીં. અગાઉ, સપ્ટેમ્બર 2025 માં, પુણેના એક હૉસ્ટેલમાં ગર્ભાવસ્થા પરિક્ષણ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. રાજ્ય મહિલા આયોગે આની નોંધ લીધી અને આ બંધ કરવાનો આદેશ આપ્યો.

pune news pune maharashtra news maharashtra government maharashtra