07 February, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે સેન્ટ્રલ રેલવેમાં ભિવપુરી અને કર્જત સ્ટેશનની વચ્ચે ઓવરહેડ વાયરમાં પ્રૉબ્લેમ થવાને લીધે ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. આને લીધે કામ પર જનારા સેંકડો પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. આની અસર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જનારા મુસાફરો પર પણ પડી હતી.
ગઈ કાલે સવારે સેન્ટ્રલ રેલવેએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ભિવપુરી અને કર્જત સ્ટેશન વચ્ચે ટેક્નિકલ પ્રૉબ્લેમ આવ્યો હોવાથી બન્ને દિશાની લોકલ અને મેલ ટ્રેનને અસર થઈ છે. સમારકામ ચાલી રહ્યું છે. પ્રવાસીઓને થયેલી અસુવિધા બદલ ખેદ છે.’
આ પહેલાં બુધવારે પણ વહેલી સવારે દિવા અને મુમ્બ્રા વચ્ચે સિગ્નલમાં ટેક્નિકલ ફૉલ્ટ આવવાને લીધે સેન્ટ્રલ રેલવેની ટ્રેનો વીસેક મિનિટ મોડી દોડતી હતી. એની પહેલાં મંગળવારે બપોરે વેસ્ટર્ન રેલવેમાં ટ્રેન-મૅનેજમેન્ટ સિસ્ટમમાં પ્રૉબ્લેમ થવાને લીધે ટ્રેન-સર્વિસ ખોરવાઈ હતી.