તોરણમાળમાં ઝિપલાઇન ખોટકાઈ : ૩૫૦૦ ફુટ ઊંડી ખાઈ પર પ્રવાસી અધવચ્ચે લટક્યો

01 August, 2026 10:15 AM IST  |  Nandurbar | Gujarati Mid-day Correspondent

આ ભયાનક દૃશ્ય જોઈને સ્થળ પર હાજર સહેલાણીઓમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા વિડિયો

મહારાષ્ટ્રના બીજા ક્રમના સૌથી મોટા હિલ-સ્ટેશન તોરણમાળ ખાતે આવેલા પ્રસિદ્ધ સીતા-ખાઈ પૉઇન્ટ પર એક મોટો અકસ્માત સર્જાતાં રહી ગયો હતો. તાજેતરમાં જ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવેલી ઝિપલાઇન રાઇડમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં એક પ્રવાસી આશરે ૩૫૦૦ ફુટ ઊંડી ખાઈ પર હવામાં અધવચ્ચે લટકી પડ્યો હતો. આ ભયાનક દૃશ્ય જોઈને સ્થળ પર હાજર સહેલાણીઓમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. એક કુશળ ઑપરેટરે હિંમત બતાવી અધવચ્ચે અટકેલા પ્રવાસી સુધી પહોંચીને તેને સલામત રીતે બહાર ખેંચી લીધો હતો. રેસ્ક્યુ-ઑપરેટર અત્યંત જોખમી પરિસ્થિતિમાં પ્રવાસી સુધી પહોંચી તેને ધીમે-ધીમે સુરક્ષિત સ્થળે લાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોએ લોકોમાં ઍડ્વેન્ચર સ્પૉટ માટે સેફ્ટી વિશે ચર્ચા જગાવી હતી.

maharashtra maharashtra news mumbai mumbai news viral videos