✕

ટાઇગરના ફૅન ઉમેશ ચૌહાણના લિવરમાંથી બુલેટ કાઢી લેવાઈ, શ્રોફ ફૅમિલી ઉપાડી રહી છે ટ્રીટમેન્ટનો ટોટલ ખર્ચ

22 October, 2026 07:11 AM IST  |  Mumbai | Ritika Gondhalekar

ઉમેશ ચૌહાણની મમ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ટાઇગરની મમ્મી આયેશાએ તેમને પૈસાની હેલ્પ કરી હતી.

ટાઇગર અને આયેશા શ્રોફ, હૉસ્પિટલમાં ઉમેશ ચૌહાણ

ટાઇગર પર હુમલો થયો ત્યારે થયેલા ફાયરિંગમાં જખમી થનારા તેના ફૅન ઉમેશ ચૌહાણ પર ગઈ કાલે સર્જરી કરવામાં આવી હતી અને તેના લિવરમાંથી ગોળીને સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી. શ્રોફ ફૅમિલી પણ ટાઇગરના ફૅનના કુટુંબના પડખે ઊભી હતી. ઉમેશ ચૌહાણની મમ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ટાઇગરની મમ્મી આયેશાએ તેમને પૈસાની હેલ્પ કરી હતી. ઉમેશના કઝિન ભાઈ રાહુલ ગૌડે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘આયેશા મૅડમે મને મંગળવારે પૈસા આપ્યા હતા અને આજે (બુધવારે) પણ મારા હાથમાં પૈસા દીધા હતા. તેમણે અમને પૈસાની કોઈ ચિંતા ન કરવાનું આશ્વાસન આપતાં કહ્યું હતું કે ઉમેશની ટ્રીટમેન્ટનો બધો જ ખર્ચ તે ઉપાડશે. ટ્રીટમેન્ટ પછી પણ જે ખર્ચ થાય એ પણ તે જ કરશે.’

tiger shroff jackie shroff ayesha shroff Crime News mumbai crime news lawrence bishnoi