17 March, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમ્સ ચાંદ
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના ટ્રાવેલિંગ ટિકિટ-ઇન્સ્પેક્ટર (TTI) મોહમ્મદ શમ્સ ચાંદે ૨૦૨૫ની પહેલી એપ્રિલથી ૨૦૨૬ની ૧૫ માર્ચ વચ્ચે ટિકિટ વગર અથવા યોગ્ય ટિકિટ વગર મુસાફરી કરતા ૧૧,૪૮૩ મુસાફરો પાસેથી ૧,૦૦,૩૮,૫૦૫ રૂપિયા દંડ વસૂલ્યો છે. સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે મોહમ્મદ શમ્સ ચાંદે નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે ટિકિટ-ચેકિંગમાં ૧ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે અને મુંબઈ ડિવિઝનમાં આ માઇલ સ્ટોન અચીવ કરનાર તે પહેલા અધિકારી બન્યા છે. એપ્રિલ ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન સેન્ટ્રલ રેલવે ઝોનમાં ટિકિટ વિના મુસાફરી કરનારા ૩૮ લાખ ખુદાબક્ષો પાસેથી ૨૨૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.